શ્રી પંચનાથ હોસ્પિટલમાં હવે…જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સેવાઓ અપાશે

શ્રી પંચનાથ ટ્રસ્ટ દૃારા તા. 20/1/2026 ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માં આ…

શ્રી પંચનાથ ટ્રસ્ટ દૃારા તા. 20/1/2026 ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માં આ આયોજન થયુ. આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ડી.વી મહેતા દૃારા કરવા માં આવ્યુ જયારે સ્વાગત પ્રવચન પ્રમુખ દેવાંગ માંકડ દૃારા કરવા માં આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા એ સંસ્થા ને શુભેચ્છા પાઠવી તેમજ સહકાર ની ખાત્રી આપવા માં આવી પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા દૃારા પંચનાથ ટ્રસ્ટ દૃારા ચલાવવામાં આવતી હોસ્પિટલ ના રાહતદરો ની નોંધ લીધી હતી અને આ સેવા નો વિકાસ થતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમ માં લોહાણા સમાજ ના પ્રમુખશ્રી રાજુભાઈ પોબારુ છગજઇ ના ચેરમેન દિનેશભાઈ પાઠક, કિશનભાઈ કોટેચા, અજયભાઈ બગડાઈ, અચ્યુતભાઈ જસાણી, પ્રફુલભાઈ ગંગ્દેવ, દર્શનભાઈ નંદાણી, હેતલભાઈ રાજ્યગુરુ, મીતભાઈ ભટ્, શ્રી મૌલીક ભાઈ રવાણી, પરસોતમભાઈ પીપળીયા, સૌરીનભાઈ વોરા અને હર્ષદભાઈ અદાણી અને વિરેનભાઈ શેઠ, શેતૂરભાઈ દેસાઇ, ઇબ્રાહિંભાઈ સોની તથા રસિકભાઈ બદ્રકીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. હોસ્પિટલ ના જનરલ વોર્ડ ને નિ:શુલ્ક સેવા માટે ખુલ્લો મુક્તિ વખતે પુ.ભાઈ ખુબ આશીર્વચન આપતા જણાવ્યું હતુ કે …જયારે જયારે હું અહી આવુ છુ ત્યારે આ સેવા કાર્ય જોઈને મને ખુબ આનંદ થાય છે. અહી પંચનાથ મહાદેવ નુ મંદિર છે અને એજ રીતે આ હોસ્પિટલ પણ હમદર્દી મંદિર છે. પરમ કૃપાળુ પંચનાથ મહાદેવ ની કૃપાથી સેવા યાત્રા ચાલી રહી છે.

દાતાઓને સમર્થન, સહયોગ અને સમર્પણ મળી રહ્યુ છે સંસ્થા માં ખુબ જ ઉમદા હેતુ થી આ સેવા કાર્ય થઇ રહ્યુ છે. અંત માં ખુબ જ સુંદર શબ્દો જણાવ્યા કે. આ વ્યવસ્થા નહિ પણ સેવા નો યજ્ઞ છે” હોસ્પિટલની સ્થાપના ના પાયાથી આજરોજ સુધી ભાઈશ્રી, એ અનેક બીજા પૂજનીય મહંતો નમ્રમુનિ મહારાજ સાહેબ, હરિચરણદાસ બાપુ વગેરે સંતો ને પણ રમેશભાઈ ઓઝા એ યાદ કરી સંસ્મરણો તાજા કર્યા હતા. પંચનાથ હોસ્પિટલની પંચસુત્રી ને પૂજ્ય ભાઈશ્રી એ હાજર સમુદાય સમયે રજુ કર્યું હતું જો નિદાન થી મટે તો ગોળી નથી આપવી જો ગોળી થી મટે તો ઈન્જેકશન નથી આપવું જો ઈન્જેકશન થી મટે તો બાટલો નથી ચડાવવો જો બાટલા થી મટે તો દાખલ નથી કરવા જો દાખલ થવાથી મટે તો OPERATION નથી કરવું. પુ.ભાઈશ્રી ના મુખે આ સુત્ર ને સાંભળી ને હાજર મેહમાનો, લોકોએ તાલીઓ થી વધાવી લીધા હતા.

રાજકોટના જરૂૂરિયાતમંદ દર્દી ઓ ની શ્રી પંચનાથ હોસ્પિટલ હંમેશા સેવા કરવા તત્પર હોય છે જેને ધ્યાન માં લઇને આ સેવા પ્રકલ્પ પ્રાયોગિક ધોરણે એક વર્ષ માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્રસ્ટના આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદી, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર મનીષભાઈ દોશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સર્વ શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી વસંતભાઈ જસાણી, શ્રી નીરજભાઈ પાઠક, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી મહેન્દ્રસિંહ ગોહેલ, શ્રી નારણભાઈ લાલકીયા, શ્રી નીતિનભાઈ મણીયાર અને શ્રી નિખીલભાઈ મહેતા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માટે સેક્રેટરી શ્રી મયુરભાઈ શાહ, ડો. રવિરાજ ગુજરાતી એ જહેમત ઉઠાવેલ.

જનરલ વોર્ડમાં વિનામૂલ્યે સુવિધાની યાદી
1. જનરલ વોર્ડ માં દાખલ જરૂરિયાતમંદ દર્દી ને હોસ્પિટલ દૃારા બીલ આપવામાં નહિ આવે.
2. જયારે જનરલ વોર્ડમાં દાખલ દર્દી એ દવા, રીપોર્ટ, ડાયગ્નોસીસની રકમ ભરવાની રહેશે.
3. જનરલ વોર્ડ 12 બેડનો છે એટલે કે 12 જરૂરિયાતમંદ દર્દીઓને જ સુવિધા મળી શકશે.
4. મેડીકલેમ વાળા દર્દીઓને આ સુવિધા પ્રાપ્ત નહિ થાય.
5. આયુષ્માન કાર્ડ વાળા દર્દીને આ સુવિધા પ્રાપ્ત નહિ થાય.
6. ઈં.ઈ.ઞ માં દાખલ દર્દી જયારે જનરલ વોર્ડ માં શિફ્ટ થશે તે સમયે થી આ સુવિધા પ્રાપ્ત થશે.
7. એ જ રીતે દર્દી ઓપ્રેશન થીયેટર, ઈમર્જન્સી અન્ય કોઈપણ વિભાગ માંથી જનરલ વોર્ડ માં શિફ્ટ થશે તે સમયે આ સુવિધા પ્રાપ્ત થશે.
8. ટ્રસ્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દી ની જરૂરિયાત ની ખરાઈ કરવાના જરૂર પડયે પગલા લેશે.
9. સેમી – સ્પેશ્યલ અને સ્પેશ્યલ રૂમમાં દાખલ થયેલા દર્દી જનેરલ વોર્ડમાં શિફ્ટ થઇ નહિ શકે.
10. ઉપરોક્ત નિયમો માં ફેરફાર / ઉમેરો / બાદબાકી કરવાનો અધિકાર ટ્રસ્ટ / હોસ્પિટલ નો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *