શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો

    ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…

 

 

ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર (Privilege) રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે.

બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.

આ નિર્ણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે. કોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં આનંદ જોવા મળ્યો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *