હવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધ

કોઇપણ આતંકવાદી પ્રતિકોનો દેખાડો સજાપાત્ર બનશે: ઐતિહાસિક બિલ પસાર કેનેડાના હાઉસ ઓફ કોમન્સ દ્વારા દેશની જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત કડક…

કોઇપણ આતંકવાદી પ્રતિકોનો દેખાડો સજાપાત્ર બનશે: ઐતિહાસિક બિલ પસાર

કેનેડાના હાઉસ ઓફ કોમન્સ દ્વારા દેશની જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત કડક અને ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું છે. સત્તાવાર ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા કાયદા હેઠળ હવે કેનેડામાં કોઈપણ પ્રતિબંધિત આતંકવાદી જૂથોના પ્રતીકોને જાહેરમાં પ્રદર્શિત કરવા પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. વિશેષ રૂૂપે, આ બિલમાં ખાલિસ્તાની જૂથોના ઝંડાઓ દર્શાવવાને પણ સીધી રીતે ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જાહેર કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ અને કટ્ટરપંથી પ્રદર્શનોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેના કારણે બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં પણ તણાવ ઉભો થયો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સંવેદનશીલ જાહેર સ્થળોએ કટ્ટરવાદી અને ઉગ્રવાદી વિચારધારાઓના પ્રદર્શનને ડામી દેવાનો છે. સરકારના આ પગલાથી શાંતિપ્રિય નાગરિકોને રાહત મળશે અને કોઈપણ સમુદાય વચ્ચે નફરત ફેલાવતા તત્વો પર લગામ કસાશે.

ઉલ્લેખનીય છે કે કેનેડના કેટલાક રાજનેતાઓ અને કેટલાક કિસ્સાઓમાં ખુદ કેનેડીયન સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓ તરફ ઉદારતા દાખવીને તેઓના ભારત વિરોધી અભિયાનોને મુક પ્રેક્ષક બની સમર્થન આપતી હતી. પરંતુ સ્વયં કેનેડાની પ્રજા પણ આ આતંકવાદી ઉપદ્રવોનો હવે ભોગ બનતા હાઉસ ઓફ કોમન્સ (લોકસભા) દ્વારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *