આજના ડિજિટલ યુગમાં આરોગ્ય સેવાઓને વધુ સરળ, સુલભ અને પારદર્શક બનાવવી સમયની જરૂૂરિયાત છે. આ દિશામાં સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર ગણાતી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ડિજિટલ આરોગ્ય સેવાઓના અમલીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે.
હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને રજિસ્ટ્રેશન, ABHA કાર્ડ બનાવવા તથા ઘઙઉ ટોકન મેળવવાની પ્રક્રિયામાં સરળતા રહે અને સમયનો બચાવ થાય તે હેતુથી વિવિધ સ્થળોએ વિશેષ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર, રજિસ્ટ્રેશન સેન્ટર અને OPD નજીક કાર્યરત આ હેલ્પ ડેસ્ક દર્દીઓ માટે માર્ગદર્શક બની રહ્યા છે.
ડિજિટલ પ્રક્રિયા દરમિયાન આધાર સાથે મોબાઇલ નંબર લિંક ન હોવો, OTP ન મળવો અથવા સરકારી સર્વરની સમસ્યા જેવા પડકારો ઊભા થાય છે. આવા સંજોગોમાં દર્દીઓને મેન્યુઅલ રજિસ્ટ્રેશન અને જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેથી ટેક્નિકલ કારણોસર દર્દીની રજિસ્ટ્રેશન કે સારવારની પ્રક્રિયામાં વિલંબ ન થાય. સાથે જ દર્દીઓને તેમની આરોગ્ય માહિતીની ગોપનીયતા અને સુરક્ષા અંગે પણ સમજ આપવામાં આવે છે.
આ સમગ્ર કામગીરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સિસ્ટમ મેનેજર હિરેનભાઈ રાણપરા તથા ઇંછ મેનેજર ભાવનાબેન સોનીના સંકલન અને સહયોગથી આગળ વધી રહી છે. આ કામગીરીમાં પ્રીતિબેન માંકડ, આશિષ ડાભી અને પૃથ્વીરાજ શર્માનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે.
દર્દીઓને ABHA કાર્ડ અંગે સમજ આપવાથી લઈને તેમની નોંધણી, જરૂૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ડિજિટલ સેવાઓનો લાભ અપાવવા સુધી ખજઠ ટીમ સતત કાર્યરત છે. આ ટીમમાં દર્શિતા કારિઆ, નેહા દેવમુરારી, અવની પંડ્યા જોકીના ખારાડી, કીર્તિ મૂછડીયા, ચિરાગ ડાભી, ઉમેશ મોરડીયા, દીપ કાનગડ, છગનભાઇ પરમાર, પ્રતીક સોલંકી, અંકિતા સોની, ભૂમિકા રાઠોડ, કાજલ પરમાર, કરુણા રાઠોડ, મિત્તલ સોસા, અભિરાજસિંહ ગોહિલ, હિરેન ચાવડા અને દક્ષા ધાખડા પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તે જ રીતે કમ્પ્યુટર ઓપરેટર ટીમના ગૌતમ ચૌહાણ, હાર્દિક ચાચાપરા, રોહિત વાઘેલા, ઉર્વશી અંગેસાનિયા અને રિંકલ વાઘેલા દ્વારા ABHA નોંધણી, ડિજિટલ ઘઙઉ ટોકન તથા અન્ય ટેક્નિકલ પ્રક્રિયાઓમાં જરૂૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
