રાજકોટ-ચોટીલા હાઇવે પર તંત્રના આયોજનના અભાવે ટ્રાફિક જામની સમસ્યા

રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર તંત્રના વાંકે સર્જાતા ટ્રાફિક જામ અંગે કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી જણાવેલ છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે સૌરાષ્ટ્ર…

રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર તંત્રના વાંકે સર્જાતા ટ્રાફિક જામ અંગે કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી જણાવેલ છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગ છે. દરરોજ હજારો નાનાં-મોટાં વાહનો આ માર્ગ ઉપરથી અવરજવર કરે છે. વેપાર-ધંધા, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, નોકરી-રોજગાર તથા મુસાફરી માટે આ માર્ગનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ છેલ્લા અનેક દિવસથી રાજકોટઅમદાવાદ હાઇવે ઉપર ચાલી રહેલી માર્ગ સમારકામની કામગીરીના આયોજનમાં યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત નથી. ટ્રાફિકજામના કારણે એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ રાજકોટ અને અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવા જતા મુસાફરોને પણ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર વાહનો ન પહોંચી શકવાને કારણે ફ્લાઇટ ચૂકી જવાની સ્થિતિ પણ સર્જાઈ રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચેના મુદ્દાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી છે. જેમાં રાજકોટઅમદાવાદ હાઇવેનો માર્ગ અલગ-અલગ જિલ્લાઓમાંથી પસાર થતો હોવાથી રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગો તથા ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને સંયુક્ત ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવે. માર્ગ કામગીરીના સ્થળોએ પૂરતા પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક વોર્ડનની નિમણૂક કરવામાં આવે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાફિકની સ્થિતિ અંગે સતત સંકલન રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી એક સ્થળે સર્જાયેલો ટ્રાફિકજામ આગળના વિસ્તારોમાં ન ફેલાય.

આ ઉપરાંત હાલમાં માર્ગ સમારકામ દરમિયાન એકસાથે લાંબા અંતર સુધી રસ્તાની સાઇડ બંધ કરવામાં આવતી હોવાના કારણે વાહનોની લાંબી કતારો સર્જાય છે. આના બદલે કોન્ટ્રાક્ટર કંપનીને સૂચના આપવામાં આવે કે એકસાથે વધુ કિલોમીટરના વિસ્તારમાં કામગીરી શરૂૂ કરીને માર્ગ બંધ ન કરવામાં આવે. સમગ્ર કામગીરીને આશરે 2-2 કિલોમીટરના નાના તબક્કાઓમાં વહેંચવામાં આવે. એક તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ જ આગળના તબક્કામાં કામગીરી શરૂૂ કરવામાં આવે.

દિવસ દરમિયાન હાઇવે ઉપર વાહનોની અવરજવરનું પ્રમાણ વધારે હોય છે. ખાસ કરીને દિવસના સમયે માર્ગ બંધ કરીને કામગીરી કરવામાં આવે ત્યારે ટ્રાફિકની સમસ્યા ગંભીર બને છે. આથી ટેકનિકલ રીતે શક્ય હોય તેવા સમારકામના કામો રાત્રિના ઓછા ટ્રાફિકવાળા સમયે, ખાસ કરીને મોડી રાત્રે હાથ ધરવામાં આવે તેવુ સુચન કરાયુ છે. રાત્રિના સમયે પણ પૂરતી લાઇટિંગ, બેરિકેડિંગ, રિફ્લેક્ટર અને માર્ગ સલામતીનાં ધોરણોનું પાલન કરવામાં આવે. કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર માટે માર્ગ સુરક્ષિત રીતે ખુલ્લો કરવામાં આવે. સમારકામના દરેક સ્થળે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવે. જરૂૂરિયાત મુજબ અલગ ઇમરજન્સી કોરિડોર અથવા તાત્કાલિક ટ્રાફિક ક્લિયરન્સની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

કોઈપણ દર્દી માત્ર ટ્રાફિકજામના કારણે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકે તેવી પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ આ સિવાય હાઇવેનું સમારકામ કરતી કોન્ટ્રાક્ટર કંપનીને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરે અને જરૂૂર પડ્યે તો મેનપાવર ,મશીનરી વધારવામા આવે. કામગીરીની દૈનિક પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવે. કામગીરીમાં બિનજરૂૂરી વિલંબ કે બેદરકારી જણાય તો કરારની શરતો અનુસાર જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવે તેમજ કયા સ્થળે કામગીરી ચાલી રહી છે, કયો માર્ગ બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ કયો રહેશે તેની અગાઉથી માહિતી આપવામાં આવે. હાઇવેના પ્રવેશદ્વારો તથા મુખ્ય જંકશન ઉપર સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ માધ્યમથી પણ ટ્રાફિકની સ્થિતિ અંગે મુસાફરોને જાણ કરવામાં આવે તે જરૂરી છે.

રાજકોટ-અમદાવાદ હાઇવેના અલગ-અલગ વિભાગોની કામગીરી કયા વિભાગની દેખરેખ હેઠળ ચાલી રહી છે, કઈ કોન્ટ્રાક્ટર કંપનીને કામગીરી સોંપવામાં આવી છે અને દરેક વિભાગની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા શું છે તેની લેખિત માહિતી આપવામાં આવે કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યુ છે.

આઠ વર્ષથી હાઇવેનું કામ પૂરું થતું નથી, જનતાની હાલાકીનો અંત ક્યારે? : કોંગ્રેસની સ્ટેટ હાઇવેને રજૂઆત
છેલ્લા આઠ વર્ષથી નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું હોવા છતાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં; માલિયાસણ અને કુવાડવા પાસે કામગીરીના કારણે વાહનચાલકોની હાલાકી વધી : 2-2 કિલોમીટરના તબક્કામાં મોડી રાત્રે કામગીરી કરવા અને ત્રણ જિલ્લાના પોલીસ વિભાગો વચ્ચે સંકલન કરવા કોંગ્રેસની માંગ રાજકોટઅમદાવાદ હાઇવે ઉપર છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલી નેશનલ હાઇવેની કામગીરી વચ્ચે તંત્રના અણઘડ આયોજનને કારણે સામાન્ય વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને માલિયાસણ અને કુવાડવા પાસે ચાલી રહેલી કામગીરી અને આખા હાઇવે પર રોડ સરફેસ લેયરની કામગીરીના કારણે રોડની એક સાઇડ બંધ કરી દેવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. પરિસ્થિતિ એવી છે કે રાજકોટથી અમદાવાદ વચ્ચે સામાન્ય સંજોગોમાં આશરે ત્રણ કલાકમાં કાપી શકાય તેવું અંતર પૂર્ણ કરવા માટે વાહનચાલકોને પાંચથી સાત સાત કલાક સુધી રસ્તા ઉપર વિતાવવાની નોબત આવી રહી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન અશોકસિંહ વાઘેલા ,ઝોનલ પ્રવક્તા વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત સહિત આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના રાજકોટ સર્કલના અધિક્ષક ઇજનેર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા અનેક દિવસોથી હાઇવે ઉપર ચાલી રહેલી સમારકામની કામગીરીના કારણે દિવસ-રાત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. એક તરફ રસ્તાનું કામ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ વાહનવ્યવહારનું યોગ્ય આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *