શહેરમાં તા.22 ઓગષ્ટ 2015ના રોજ રાત્રીના રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઠાણ તેના ઘરે હતા તે દરમ્યાન તેના વિસ્તારમાં રહેતો અબ્બાસ અનવર કચરા,સાજીદ હુસેન કચરા સહીતના શખસોએ ઘરમાં ધુસી ગોળી મારી હત્યા કરી હતી.આ ગુનામાં જેલમાં રહેલા અને હાલ પેરોલ જામીન પર રહેલા પાકા કામના કેદી સાજીદ કચરાએ ફરીવાર જેલમાં જઇ જેલ કર્મચારીને જોઈ લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપી સાજીદે બીજીવાર ધમકી આપતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો મુજબ,આ ઘટનામાં જેલ હવલદાર જયરાજભાઈ બી.વાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.05/09/2025 ના રોજ તેઓની ડ્યુટી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મેઈન ગેઈટ કેદી આવક જાવક ટેબલ નં 1 ખાતે રાત્રીના કલાક દરમ્યાન કાચા આરોપી રમીજ ઉર્ફે બાબા ઈકબાલ ખેબર જેઓ વચ્ચગાળાના જામીન પરથી જેલમા હાજર થવા માટે આવેલ જેથી કેદી આવક જાવક રજીસ્ટરમાં આવકની નોંધ કરી આરોપીને જડતી રૂૂમમા મોકલી આપ્યો હતા.ત્યારબાદ થોડા સમય બાદ જેલ સીપાઈ દીપકભાઈ બાબુભાઈ વાસણનાઓની ડ્યુટી સી.સી.ટીવી કંટ્રોલમા હોય તેઓ પોતાની ફરજ પર આવતા હતા તે સમયે પાકા કેદી સાજીદ હુશેનભાઈ કચરા તેમજ અન્ય બે અજાણ્યા વ્યકતીઓ જેલના મેઈન ગેઈટ ની બહારના ભાગે જેલ પ્રીમાઈસીસમા ઉભા હતા.
જેથી સાજીદ હુશેનભાઈ કચરાને દીપકભાઈએ કહેલ કે અહી જેલના ગેઈટ આગળ કેમ ઉભા છો ? તો આ સાજીદ કચરા દીપકભાઈ સાથે બોલાચાલી કરવા લાગેલ અને દીપકભાઈને ગાળો આપેલ અને કહેલ કે તુ કોણ છો મને ઓળખે છે ને હુ સાજીદ કચરા મર્ડરના કેશમા તારી જ જેલમા સજા ભોગવુ છુ મને કાઈ ફેર નહી પડે હુ હાલ રજા પર છુ વધુ કાઈ બોલતો નહી નકર તને મારી નાખીસ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝઘડાનો અવાજ આવતા મે મેઈન ગેટની બારીમાથી જોયુ તો આ સાજીદ હુશેનભાઈ કચરા દીપકભાઈ સાથે અસભ્ય વર્તન કરી રહેલ હતો જેથી સાજીદને જતા રહેવાનુ કહેતા સાજીદ કચરાએ મને કહેલ કે તમે હજુ નવા છો મને ઓળખતા નથી તમને જેલ વાળાને બધાને હુ જોઈ લઈસ તેવી ધમકી આપેલ, અને કહેલ કે હાલ હુ રજા પર જ છુ મારે બીજુ કાઈ કામ જ નથી અને ત્યાર બાદ અમોએ આ સાજીદ કચરાને સમજાવેલ અને કહેલ કે અત્યારે તુ અહીંથી જતો રહે જેથી તે તથા તેની સાથે આવેલ વ્યક્તિઓ જતા રહ્યા હતા.આ મામલે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
