પોલીસે પાસા વોરંટની બજવણી કરી મવડીના શખ્સને ભુજ જેલહવાલે કર્યો
રાજકોટ શહેરના મવડી મેઇન રોડ નવલનગરમા રહેતા નામચીન અને કુખ્યાત ગણાતા શખ્સને પાસા તળે ભુજ જેલમા ધકેલી દીધો છે. આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી, ઘરફોડ ચોરી, છેડતી અને લુંટ સહીત 31 ગુના પોલીસમા નોંધાઇ ચુકયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા અને એસીપી દક્ષિણ બી. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ગુનાની ટેવવાળા શખ્સો ગુનો કરતા અટકે અને ગુનાઓ પર અંકુશ રહે તે માટે શરીર સબંધી ગુનામા પકડાયેલા શખ્સો વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા સુચનાઓ આપવામા આવી હતી.
આ મામલે માલવીયાનગર પોલીસના પીઆઇ જે. આર દેસાઇ દ્વારા પોતાની ટીમને સુચના આપતા પીએસઆઇ સિંધી, હેડ કોન્સ. મહેશભાઇ રૂદાતલા, શૈલેષભાઇ ખીહડીયા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા અને પીસીબીના પીઆઇ ગોંડલીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા સહીતના સ્ટાફે મવડી પ્લોટમા આવેલા નવલનગરમા રહેતા મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનરે પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી મેહુલ વિરુધ્ધ પાસા વોરંટની બજવણી કરી મેહુલને ભુજની ખાસ જેલમા ધકેલી દેવામા આવ્યો હતો.
આરોપી અગાઉ મારામારી, ઘરફોડ ચોરી, ધમકી, છેડતી, તડીપાર, તફડંચી, લુંટ સહીત 31 જેટલા ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો હતો.
