લક્ષ્મીવાડીનો શખ્સ અવાર નવાર માથાકૂટ કરવાની ટેવ ધરાવતો હતો, વડોદરા જેલમાં ધકેલ્યો
શહેરનાં લક્ષ્મીવાડી વિસ્તારમા અમૃત પ્રોવિઝન સ્ટોરની બાજુમા રહેતા સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાને ભકિતનગર પોલીસે પાસા તળે વડોદરા જેલમા ધકેલી દેવામા આવ્યો છે.
રાજકોટ શહેરમા વ્યાજખોરી, મારામારી, ધમકી, આર્મસ એકટ, દારૂ, મહીલા અત્યાચાર, આપઘાતની ફરજ , વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી અને ધમકી સહીત 13 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકેલા અને લક્ષ્મીવાડીમા રહેતા સંજયરાજસિંહ ઝાલાનો ગુનાહીત ઇતિહાસ ચેક કર્યા બાદ ભકિતનગર પોલીસનાં પીઆઇ એમ. એન. સરવૈયા અને રાઇટર નિલેશભાઇ મકવાણાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મોકલતા બ્રજેશ ઝા એ પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી સંજયરાજસિંહ ઝાલાને પકડી પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલમા ધકેલી દેવામા આવ્યો હતો. આરોપી વિરુધ્ધ રાજકોટ , પોરબંદર , તલાલા સહીતનાં જીલ્લામા ગુના નોંધાઇ ચુકયા છે.
