શહેરના જુના મોરબી રોડ પર રહતા અને ગુંડાની છાપ ધરાવતા તેમજ અનેક ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચુકલા શખ્સે પોતાના ભાઇ સાથે મળી જ્યુબેલી શાક માર્કેટ પાસે જુની લોટરી બજારમા ફ્રુટના ધંધાર્થી પર છરી-ધોકાથી હુમલો કરતા તે સારવાર માટે દાખલ થયા છે.પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થયાનુ બહાર આવ્યુ છે.જો કે ઘાયલ થયેલા યુવાને આ શખ્સ મફતમાં ફ્રુટ લઈ જતો હોવાનો અને હપ્તા પેટે રૂૂપિયા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ પોલીસ તપાસમા હાલ આ વિગતો બહાર આવી નથી.
જાણવા મળ્યા મુજબ બજરંગવાડી શરી ન. 7માં રહતો સબીરભાઇ રફીકભાઇ શેખ (ઉ.વ.34) રાતે સાડા નવેક વાગ્ય જુની લોટરી બજારમાં પતાના અમ. કે. ફ્રુટ નામના દુકાન હતી ત્યારે મોરબી રોડ ખાટકીવાસના ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો અને તેના ભાઈ ફીરીયાએ આવી છરી લઇ હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસન જાણ કરી હતા.જો કે પાલીસ ફરીયાદ નોંધવા પહોંચી ત્યારે ફરિયાદ નોંધાવાઈ નહોતી.
પોલીસની પ્રથમિક તપાસમા ખુલ્યા મુજબ, જુના પૈસાની લેતાદતાના મામલામા આ માથાકુટ થઇ હતી.બીજી તરફ સબીર હસ્પિટલના ખાટલેથી આક્ષપ સાથે કહ્યું હતુ કે ઇભલો વારવાર મારે ત્યાથી મફતમા ફ્રુટ લઇ જાય છે.રાતે પણ તે અને તેનો ભાઈ આવ્યા હતા અને ફ્રુટ માંગ્યા હતા.તેમજ હપ્તા દર મહિને દેવા પડશે તેમ કહી હુમલો કર્યો હતો.જો કે આ મામલે કોઈ ફારયાદ દાખલ થઈ નથી.
