નવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા

શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે શાકભાજીની લારી હટાવવા અને અહીં ન રાખવા બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી માતા પુત્ર પર…

શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે શાકભાજીની લારી હટાવવા અને અહીં ન રાખવા બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી માતા પુત્ર પર હુમલો કરી શાકભાજીની લારીને ઊઘી વાળવાના પાંચ વર્ષ પહેલાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે સંજય ઉર્ફે ટકો વાગતી રોજાસરા ને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે રંગીલા સોસાયટીમાં રહેતા ઘણું બેન મનસુખભાઈ ડાભી નામની મહિલા શાકભાજીની રેકડી ચલાવતા હોય ત્યારે પાડોશી સંજય ટકો વાગથી રોજાસરા નામનો શાકભાજીની રેકડી હટાવવાનું કહી અહીં રેકડી નહીં રાખવા બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા સંજય ઉર્ફે ટકો રોજાસરા વાઘજીએ ગનુબેન ડાભીને લાકડી વડે મારતા વચ્ચે પડેલો પુત્ર લાલજીને પણ ઈજા પહોંચ્યા અંગેની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સંજય ઉર્ફે ટકો વાઘજી રોજાસરા સામે મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર્જ સીટ કરવામાં આવ્યું હતું બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ એમ પરમાર દ્વારા ફરિયાદી સાહેદ તપાસનીશ અને નજરે જોનાર સાહેદને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમએમ શુકલએ આરોપી સંજય ટકો વાઘજી રોજાસરાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *