હળવદમાં ચાલુ વરસાદે ડ્રેનેજનું કામ કરનાર બે એજન્સીને અપાઇ નોટિસ

હળવદ શહેરના સરા રોડપર ચાલુ વરસાદે કામગીરી કરવા બાબતે હળવદ નગરપાલિકા તંત્રે પોતાનો લૂલો બચાવ કરવા હવે જવાબદાર સામે કાર્યવાહી કરવાનો ડોળ કર્યો છે અને…

હળવદ શહેરના સરા રોડપર ચાલુ વરસાદે કામગીરી કરવા બાબતે હળવદ નગરપાલિકા તંત્રે પોતાનો લૂલો બચાવ કરવા હવે જવાબદાર સામે કાર્યવાહી કરવાનો ડોળ કર્યો છે અને બે જવાબદારોને નોટિસ ફટકારી છે. અને થયેલી કામગીરી હટાવવાની અને હવે કામગીરી શરૂૂ કરે ત્યારે લેખિતમાં નગરપાલિકાને જાણ કરવા સૂચના આપી છે.હળવદ શહેરમાં વિકાસના કામ માટે હળવદ નગરપાલિકાને SJMMSY યોજના અંતર્ગત શહેરી સડક યોજના વર્ષ 2024-25 સરા ચોકડીથી ત્રણ રસ્તા ધાંગધ્રા હાઈવે સુધી આરસીસી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું કામ કરોડો રૂૂપિયાનું સોંપવામાં આવ્યું છે.

જેમાં આ રોડના નવીનીકરણ દરમિયાન ચાલુ વરસાદે કામ કરવામાં આવતું હતું અને તે બાબતનો એહવાલ પ્રસારિત થયા બાદ હળવદ નગરપાલિકા સફાળું જાગ્યું છે અને નગરપાલિકા દ્વારા બે તાબડતોબ નોટિસ ફટકારી છે જેમાં ભાવિ ક્ધસલ્ટન્સીના બી.વી પટેલ (પીએમસી) અને સ્થાપત્ય ક્ધસ્ટ્રકશન એન્ડ બિલ્ડીંગ ડેવલોપર્સને નોટિસ આપવામાં આવી છે સાથે જ ચાલુ વરસાદ દરમિયાન થયેલી કામગીરી દૂર કરવાનું તેમજ ફરી વખત કામ કરે ત્યારે નગરપાલિકા કચેરીને લેખિતમાં જાણ કરવા સૂચના આપી છે પરંતુ ચાલુ વરસાદે રોડની કામગીરી થતી હતી ત્યારે પીએમસી ક્યાં હતાં ?

અને નગરપાલિકા તંત્ર ક્યાં હતુ ? શું ખાલી નગરપાલિકા તંત્ર પોતાનો લૂલો બચાવ કરવા અને પોતાની વાહવાહી લુંટવા જ નોટિસ ફટકારી હોવાની લોકચર્ચા જાગી છે બીજી તરફ હજુ તો કામગીરી પુરી થઈ નથી ત્યાં તો તિરાડો પડી મેકઅપ ઉખડવાની શરૂૂઆત થઈ ચૂકી છે ત્યારે કામગીરી કેટલી ગુણવત્તા યુક્ત બને છે અને આ બાબતે થર્ડ પાર્ટી ઇન્ફેક્શન થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *