ગોંડલમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં આખલાએ ત્રણ કલાક જમાવ્યો અડીંગો

પાલિકાએ નંદીઘર બનાવ્યું છતાં શહેરમાં આખલાનો આતંક યથાવત ગોંડલ નાં ટ્રાફિક થી ધમધમતાં કોલેજચોક માં આવેલા બેન્ક ઓફ બરોડા ની એટીએમ ચેમ્બર માં સવારે આખલો…

પાલિકાએ નંદીઘર બનાવ્યું છતાં શહેરમાં આખલાનો આતંક યથાવત

ગોંડલ નાં ટ્રાફિક થી ધમધમતાં કોલેજચોક માં આવેલા બેન્ક ઓફ બરોડા ની એટીએમ ચેમ્બર માં સવારે આખલો ઘુસી ગયો હતો. સતત ત્રણ કલાક સુધી આખલા એ એટીએમ પર કબ્જો જમાવ્યો હતો.એટલુ જ નહી લઘુશંકા કરી એટીએમ ચેમ્બર ભરી મુકી હતી.રવિવાર હોવાથી બેન્ક બંધ હતી.લોકોને એટીએમ માંથી પૈસા ઉપાડવા પડે તો કઈ રીતે તેવો સવાલ થઇ પડ્યો હતો. સવારે દશ વાગ્યે કેટલાક લોકોએ એટીએમ માંથી આખલા ને બહાર કાઢ્યો હતો. આ એટીએમ માં સિક્યુરિટી કોઇ વ્યવસ્થા છે કેમ! તેવા સવાલો પણ ઉઠ્યાં હતા. બીજી બાજુ ભુરાયા બની ફરતા આખલાઓ માટે નગરપાલિકા દ્વારા નંદીઘર બનાવાયુ છે.જેમાં અંદાજે અઢીસો થી ત્રણસો આખલાઓ ને રખાયા છે.તેમ છતા ગોંડલ માં રાજમાર્ગોપર આખલા યુદ્ધ અને તેનાથી થતી લોકોને પરેશાની યથાવત છે.જેની સાબીતી આજે બિંદાસ એટીએમ માં ઘુસેલા આખલા એ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *