રોગચાળો કાબૂમા, આરોગ્ય વિભાગ દ્વારા 1421 ઘરોમાં ફોગીંગ પોરાનાશક કામગીરી હાથ ધરાઈ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા વિરૂધ્ધ કામગીરી હાથ ધરી ખાસ કરીને ડેંગ્યુના પોરા મળી આવતાં મચ્છર ઉત્પતિ સબબ 153 એકમોને નોટિસ ફટકારી હતી. તેમજ ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન આરોગ્ય આંકડા જાહેર કરેલ જેમાં ડેંગ્યુના 1, શરદી-ઉધરસ 488, સામાન્ય તાવ 446, ઝાડા ઉલ્ટી 156, ટાયફોડ 1, કમળો 1 સહિતના નવા દર્દી નોંધાતા 1421 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરાઈ હતી.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 143 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 121 અને કોર્મશીયલ 32 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
