સચિવાલયમાં નાયબ મુ.મંત્રીની ઓફિસ બહાર ગળું કાપી યુવકનો આપઘાતનો પ્રયાસ

40 વર્ષના વટવાના યુવાને ગળામાં બ્લેડના ઘા મારતા અફરાતફરી ગાંધીનગરમાં સચિવાલય ખાતે આજે બપોરે એક 40 વર્ષના યુવાને ગળુ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી…

40 વર્ષના વટવાના યુવાને ગળામાં બ્લેડના ઘા મારતા અફરાતફરી

ગાંધીનગરમાં સચિવાલય ખાતે આજે બપોરે એક 40 વર્ષના યુવાને ગળુ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે તાબડતોબ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

મળતી માહિતી મુજબ સહીવાલયમાં નાયબ મુખ્યમંત્રી મળતી માહિતી મુજબ, આજે બપોરે સચિવાલયમાં સ્વર્ણિમ સંકૂલ-1 ખાતે આવેલી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર વટવા અમદાવાદમાં રહેતાં મકસુદ ગુલઝાર નામના 40 વર્ષના યુવાને કોઈ કારણોસર પોતાના ગળામાં બ્લેડના બે ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળેથી તાબડતોબ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ યુવાને કયા કારણોસર સચિવાલયમાં આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. પોલીસે સિવિલ હોસ્પિટલે દોડી જઈ તેનું નિવેદન લેવા પ્રયાસો શરૂ કર્યા છે. નજરે જોનાર લોકોના કહેવા મુજબ ના.મુખ્યમંત્રીની ઓફિસ બહાર અચાનક જ આ શખ્સે ગળામાં બ્લેડના બે ઘા ઝીંકી દેતાં લોહી વહેવા લાગ્યું હતું અને આ શખ્સ ત્યાં જ ઢળી પડયો હતો. જો કે સમયસર તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *