સર્કલો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર 10 એજન્સીને નોટિસ

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ…

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા જાન્યુઆરી-2026માં નીચે મુજબના કુલ 10 આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે.

દબાણ હટાવ વિભાગ દ્વારા હેતલ હેપી હોમ, આત્મન પ્રી સ્કુલ, હરિકૃષ્ણ સીટી, હોટલ વીબી ઈન, જે.જે.ટુટોરીયલ્સ, સેન્ચુરી રીગાલીયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે.ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝ સહિતની એજન્સી અને આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

તંત્ર દ્વારા રાજકોટની જાહેર જનતાને જણાવવાનું કે, રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકૃત રીતે જાહેરાતના બોર્ડ/બેનર લગાવનાર સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.જેની નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *