રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જાણીતી રેસ્ટોરાં સન્ની પાજી ઢાબા સરકારી ઞકઈ જમીન પર રેસ્ટોરન્ટ ઉભું કરી દેવામાં આવ્યું હતું જેને તાલુકા મામલતદાર દ્વારા ડીમલેસન માટે નોટિસ આપવામાં આવી હતી જેને અનુસંધાને બે દિવસ પહેલા જ સન્ની પાજી ઢાબા માલિક પોતે જ દબાણ હટાવ્યું હતું. પરંતુ હવે તાલુકા મામલતદાર દ્વારા જમીન શરત ભંગનો રિપોર્ટ કલેકટરને કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સિવાય રહી છે.
જામનગર રોડ પર આવેલા સન્ની પાજી કા ઢાબાએ સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોય અને હોટેલ પણ રહેણાક હેતુના પ્લોટ પર બનાવેલી હોય રાજકોટ તાલુકા મામલતદાર તંત્રે સ્થળ તપાસ કરી હતી. જેમાં સન્ની પાજી કા ઢાબા રહેણાક હેતુના પ્લોટ પર ઊભું કરાયાનું અને સરકારી જમીન પર પણ દબાણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આથી તેમની સામે શરતભંગની કાર્યવાહી કરવા તાલુકા મામલતદારે કલેક્ટરને દરખાસ્ત કરી છે. ટૂંક સમયમાં કલેકટર દ્વારા શરત ભંગ અંગેની મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. શનિવારે સન્ની પાજી કા ઢાબાના માલિકે પોતાનું દબાણ જાતે જ દૂર કરી દીધું હતું.
ફાજલ થયેલી રહેઠાણ હેતું માટેના અગલ-અગલ ત્રણ જેટલાં પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ઊભું કરી દેવાતા તાલુકા મામલતદાર દ્વારા સરકારે જમીન પરથી દબાણ દૂર કરવા તેમજ શરત ભંગ અંગેની નોટિસ આપવામાં આવી હતી અંદાજિત 800 ચોરસ મીટરમાં આ દબાણ કરવામાં આવ્યો હતો જે અંગે તાલુકા મામલતદાર દ્વારા શરદ ભંગ અંગેનો રિપોર્ટ કલેકટરને કરવામાં આવ્યો છે.
