ફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મ

11 જૂનથી 19 જુલાઇ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમ ભાગ લેશે ગુજરાત મિરર, કેનેડા તા.11આગામી 11મી જૂને ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા…

11 જૂનથી 19 જુલાઇ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમ ભાગ લેશે

ગુજરાત મિરર, કેનેડા તા.11આગામી 11મી જૂને ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ શરૂૂ થશે અને એમાં એક કે બે નહીં, પણ ત્રણ ઓપનિંગ સેરેમની યોજાશે. ઉલ્લેખનીય છે કે 12મી જૂને કેનેડામાં જે પ્રારંભિક સમારોહ યોજાશે એમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી સ્ટેજ પર પર્ફોર્મ કરશે. એ સાથે, નોરાને આંતરરાષ્ટ્રીય ફલક પર કરીઅરને નવો વળાંક મળશે. આ બહુચર્ચિત ફિફા વિશ્વ કપ અમેરિકા, કેનેડા તથા મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાવાનો છે. 11મી જૂને પહેલી ઓપનિંગ સેરેમની મેક્સિકોમાં યોજાશે. બીજો તથા ત્રીજો ઓપનિંગ સમારોહ અમેરિકા તથા કેનેડામાં યોજાશે.

11મી જૂનના મેક્સિકોના ઓપનિંગમાં ખાસ કરીને મેક્સિકન ઍલેયેન્ડ્રો ફર્નાન્ડેઝ તથા બેલિન્ડા પર્ફોર્મ કરશે. ઓપનિંગ સેરેમની પ્રથમ મેચની 90 મિનિટ પહેલાં યોજાશે. એ દિવસે પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે તથા બીજી મેચ ચેક રિપબ્લિક અને સાઉથ કોરિયા વચ્ચે રમાશે. 12મી જૂને કેનેડામાં જે ઓપનિંગ સેરેમની યોજાશે એમાં નોરા ફતેહી તેમ જ અન્ય જાણીતા સિંગર્સ અને ડાન્સર્સ માઇકલ બબલ, ઍલેસિયા કેરા, ઍલનિસ મોરિસેટે, જેસી રેયેઝ વગેરે પર્ફોર્મ કરશે. આ સમારોહ બાદ ટોરન્ટોમાં પ્રથમ મેચ કેનેડા અને બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિના વચ્ચે રમાશે.

12મી જૂને અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઓપનિંગ સેરેમની યોજાશે. અમેરિકા અને પારાગ્વે વચ્ચેની મેચ પૂર્વે ઓપનિંગ સેરેમનીમાં જગમશહૂર સિંગર કેટી પેરી પર્ફોર્મ કરશે. તેના ઉપરાંત જાણીતા રેપર ફ્યૂચર, લિસા તથા ટાયલા તેમ જ સિંગર ઍનિટા, રેમા તથા ડીજે સેન્જોય સ્ટેજ પરથી હજારો પ્રેક્ષકો અને કરોડો દર્શકોનું મનોરંજન કરશે. 11મી જૂનથી 19મી જુલાઈ સુધી ચાલનારા ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશની ટીમ ભાગ લેશે અને એ સાથે ફિફાના ઇતિહાસમાં નવો વિક્રમ રચાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *