વિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન

સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ…

સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ અનુભવી ખેલાડીને કહ્યું છે કે તેઓ તેને વર્લ્ડ કપ ટીમમાં જોતા નથી, આ બાબતે આર અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને કહ્યું છે કે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ નક્કી કરી લીધું હોય કે તેમને વર્લ્ડ કપ રમવો છે તો કોઈ તેમને હાથ પણ લગાવી શકશે નહીં.

અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ, “એશ કી બાત” પર કહ્યું, ’વિરાટ અને રોહિતને વર્લ્ડકપ રમવું હોય તો કોઈ હાથ પણ નહીં લગાવી શકે. કારણ કે બંનેએ ઘણા રન બનાવ્યા છે. રોહિતે 12,000 રન બનાવ્યા છે, કોઈ તેમને સ્પર્શ પણ કરી શકતું નથી. બીજું, તેઓ બેટ્સમેન છે. જો તમે તેમને ટાર્ગેટ કર્યો, તો તેઓ રન બનાવશે. તેમની પાસે એક આર્મી છે. લોકો તેમને જોવા આવે છે. જો તમે તેમને બહાર કરી દો છો, તો એવા લોકો છે જે પ્રશ્ન કરી શકે છે અને માહોલ બનાવી શકે છે.”

અશ્વિનના મતે લાખો લોકો વિરાટ અને રોહિત વિશે પૂછે છે, પરંતુ બોલરો માટે કોઈ પૂછતું નથી. અશ્વિનને કહ્યું, “જો શમીનો સમાવેશ ન થાય, સિરાજનો સમાવેશ ન થાય, ભુવનેશ્વરનો સમાવેશ ન થાય, તો 10 લોકો પૂછશે, 100 લોકો પૂછશે, હજાર લોકો પૂછશે. 10,000 લોકો પૂછશે. અવાજ નહીં કરે? એ જ મુદ્દો છે. જો લોકો બોલરો માટે પણ અવાજ ઉઠાવશે, તો તેમને પણ બહાર કરવા મુશ્કેલ બનશે. વિરાટ અને રોહિતને ભાર કરવા અશક્ય છે. આવો નિયમ બોલરો માટે લાગુ પડતો નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *