રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે “સ્વદેશી રન” યોજાનાર હોય આવતીકાલે સવારે-06:00 વગ્યા થી સવારે 9 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી શરૂૂ થઇ જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, હરીભાઇ હોલ ચોક, નરશી મહેતા ગાર્ડન, વીરાણી ચોક ટાગોર રોડ, મહીલા અંડર બ્રીજથી કિશાનપરા ચોક, રેસકોર્ષ રીંગરોડ, પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી યોજાનાર હોય જેને લઇ શહેરના કેટલા માર્ગો તમામ પ્રકારના વાહનો માટે “પ્રવેશ-બંધ” અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યા છે.
સ્વદેશી રન કાર્યક્રમમાં રાજકોટ શહેરના નાગરીકો બહોળા પ્રમાણમાં ભાગ લેવાના હોય, જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અંગે ટ્રાફિક શાખાના ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જાહેરનામું બહાર પાડવા જણાવવામાં આવેલ હોય, જેથી સ્વદેશી રન દરમ્યાન ટ્રાફિક સમસ્યા ઉદભવે નહીં કે અકસ્માતનો બનાવ બનવા પામે નહી અને સરળતાથી સ્વદેશી રન કાર્યક્રમ યોજાઈ થઇ શકે તે માટે કાલે સવારે 6 થી સવારે 9 વાગ્યા સુધી સ્વદેશી રન વખતે બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ હરીભાઇ હોલ ચોક, વિરાણી ચોક ટાગોર રોડ એસ્ટ્રોન ચોક, મહીલા અંડર બ્રીજ, કિશાનપરા ચોક અમ્રપાલી અંડર બ્રીજ, મેયર બંગલો જુની એન.સી.સી.ચોક, પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી “સ્વદેશી રન” રૂૂટ ઉપર તમામ પ્રકારના વાહનોને પ્રવેશ-બંધ” અને “નો-પાર્કિંગ’ જાહેર કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-1988 ની કલમ-183 અને કલમ-184 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.
