શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ, 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી કોમ્બિંગ
જંગલેશ્વરમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સોમવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવનાર હોય જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પર ખડકાયેલા 1492 જેટલા ગેરકાયદે બાંધકામો પર આગામી સોમવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવવામાં આવશે.
આ કામગીરી પૂર્વે આજે શનિવારે તંત્ર દ્વારા વિસ્તારમાં શક્તિ પ્રદર્શન અને સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે શનિવારે 7 રૂૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને ચેતવણી આપવામાં આવી હતી. અને આજ સવારથી જ ભક્તિનગર સર્કલ પાસે આવેલી શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. જંગલેશ્વરની 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂૂટમાં વહેંચી દેવામાં આવી છે. અધિકારીઓની ટુકડીઓ સાંજે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરશે.
આ ડિમોલિશનના લઇ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા નો ડ્રોન ક્લાય ઝોન નું જાહેરનામું પ્રસીધ્ધ કરવમાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ શહેર ખાતે તા.23,24,25/02/2026 નાં રોજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જંગ્લેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાનો મેગા ડિમોલીશનની કાર્યવાહી થનાર હોય, આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો ના ગેરલાભ લઇ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોય.
જેથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ક્લાય ઝોન” જાહેર કરવાની જરૂૂરીયાત જણાતી હોય, જેથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં રીમોટ ક્ધટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન,કવાડ કોપ્ટર , પાવર્ડ એરડાફટ તેમજ માનવ સંચાલિત માઇકો લાઇટ એરક્રાફ્ટ , હેન્ડ ગ્લીડર અને પેરા ગ્લીડર,પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પિંગ, ચલાવવાની/કરવાની મનાઇ ફરમાવવા અંગે નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરવા અંગેનું જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ફરમાવવામાં આવ્યું છે. ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (ઇગજજ) 2023 ની કલમ – 163 મુજબનું જાહેરનામું તા.23/02/2026 રાતે 12 વાગ્યા થી તા.25/02/2026 રાતે 11 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
