ધોરાજી નજીક છોટા હાથી પલટી ખાતા એકનું મોત, ચાલક સહિત ત્રણને ઇજા

ધોરાજીથી જુનાગઢ રોડ પર એક છોટા હાથી ગાડી પલટી ખાઈ ગઈ હતી.જેમાં જૂનાગઢના એક યુવાનનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં ચાલક સહિત ત્રણ લોકો ઘાયલ થતા…

ધોરાજીથી જુનાગઢ રોડ પર એક છોટા હાથી ગાડી પલટી ખાઈ ગઈ હતી.જેમાં જૂનાગઢના એક યુવાનનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં ચાલક સહિત ત્રણ લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુ વિગતો મુજબ,ધોરાજીથી બે કિલોમીટર દૂર જુનાગઢ રોડ પર એક છોટા હાથી ગાડી પલટી ખાઈ જતા તેમાં સવાર જૂનાગઢમાં યુવાન લક્ષ્મણભાઈ જેઠાભાઇ ગોહિલનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ભત્રીજો દીપેશ બચુ ગોહિલ(ઉ.22) કિશોરભાઈ લાલભાઈ પરમાર(ઉ.42) અને ચાલક રિઝવાન યુનુસભાઈ(ઉ.32) ને ઇજા થતા સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.મૃતક લક્ષ્મણભાઈ અપરણિત થતો અને ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતો તેમજ પોતે જુનાગઢ પતરાની ગાડી ખાલી કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *