રાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય

ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના…

ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે

રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના રેન્જ આઈજી તરીકે કડક અધિકારી તરીકેની છાપ ધરાવતાં નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા હોય આજે રાજકોટ રેન્જના 47માં આઈજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2010ના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે સ્ટેટ મોનીટરીંગ સેલમાં પ્રશંસનીય કામગીરી કર્યા બાદ રાજકોટ રેન્જ આઈ.જી.તરીકે મુકવામાં આવ્યા છે.
અત્યંત કડક સ્વભાવના અને શિસ્તના આગ્રહી એવા આઈપીએસ નિર્લિપ્ત રાયની ગણના ગુજરાતના ‘તેજતર્રાર’ અને ‘બાહુબલી’ નેતાઓના ડરના રૂપમાં થાય છે.

તેમની રાજકોટ રેન્જ આઈ.જી.તરીકે નિમણૂંક થતાં જ સૌરાષ્ટ્રમાં ગુનાહિત પ્રવૃતિ કરતાં ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે અને રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો છે. ગુજરાત પોલીસમાં થોડા દિવસો પહેલા મોટા ફેરફારોમાં ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોય જેમાં અનેક જગ્યાઓ અને મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. જેમાં રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈ.જી.અને ગગનદીપ ગંભીરને એમ.એમ.સી.નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોય ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈ.જી.બનાવાયા છે. આ મહત્વના ફેરફારોને લઈને રાજ્યના પોલીસ બેડામાં કડક અધિકારી તરીકે છાપ ધરાવતા નિર્લિપ્ત રાયને સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લા રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના આઈ.જી.તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના 47માં આઈ.જી.તરીકે નિર્લિપ્ત રાયે આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. તેમણે ચાર્જ સંભાળતા પૂર્વે જ સરર્કીટ હાઉસ ખાતે રાજકોટ રેન્જના પાંચેય જિલ્લા પોલીસ વડા સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જામનગર પોલીસ વડા રવિ મોહન સૈની, દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળા, મોરબી જિલ્લા પોલીસ વડા એસ.પી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પાંચ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી ચાર્જ સંભાળ્યા બાદ સાંજે આઈ.જી.નિર્લિપ્ત રાય ગોંડલની મુકાતે જશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *