ઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા

  છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા…

 

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા ખેલાડીનો સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

ગુપ્ટિલે વનડે વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારી હતી. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલે ઓક્ટોબર 2022 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે તેની 15 વર્ષની લાંબી કારકિર્દીમાં કુલ 367 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં 198 વનડે, 122 ટી20 અને 47 ટેસ્ટનો સમાવેશ થાય છે. તેણે કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી અને 76 અડધી સદી ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ન્યૂઝીલેન્ડનો એકમાત્ર ખેલાડી છે.

માર્ટિન ગુપ્ટિલે 2019 ODI ક્રિકેટ વર્લ્ડ કંપની સેમીફાઈનલમાં ખજ ધોનીને રનઆઉટ કરીને કરોડો ભારતીય ચાહકોની આશા તોડી નાખી હતી. જ્યારે ટીમને ધોનીની જરૂૂર હતી ત્યારે માર્ટિન ગુપ્ટિલે ધોનીને રન આઉટ કરાવી દીધો હતો, આ મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની છેલ્લી ઈનિંગ સાબિત થઈ હતી અને તે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *