25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન

સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…

સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીના એક મળી કુલ 25 જળાશયોમાં 0.10 ફૂટથી માંડી 10 ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાયેલ છે. જો કે, 58 જળાશયોમાં કોઇ આવક થઇ નથી. ખાસ કરીને રાજકોટ જિલ્લાના ભાદર ડેમમમાં સવાફૂટ અને આજી-1માં 0.20 ફૂટ નવાનીરની આવક સાથે સુકન સચવાયુ છે. જયારે આજી-2, બ્રાહ્મણી-2 અને ભાદર-2ના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

તો જેતપુર પાસેનો સુરવોડેમ 80 ટકા અને મચ્છુ-3 ડેમ પણ 80 ટકા ભરાઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીંગ શરૂૂ કર્યુ છે, તેના પરિણામે રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જીલ્લાના 25 ડેમમાં 0ાા થી 10 ફુટ જેટલા નવા પાણીની આવક થઇ છે, મોરબીના મચ્છુ ત્રણેય ડેમની સપાટીમાં વધારો થયો છે, રાજકોટના છાપરવાડીમાં તોતીંગ 10 ફુટ જેવી નવા પાણીની આવક થઇ છે, રાજકોટના આજી-1, ન્યારી-1 ની સપાટી પણ વધી છે, સવારે 8 વાગ્યા બાદ અનેક ડેમોમાં નવા પાણીની આવક ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *