કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર 14 વોર્ડ પ્રમુખોની નિમણૂક, બે વોર્ડનો નિર્ણય બાકી
જામનગર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત જામનગર ભાજપ સંગઠન પર્વ 2024માં કેન્દ્રીય સમિતિની માર્ગદર્શિકા અનુસાર પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખો સાથે વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે જામનગર મહાનગરના વિવિધ વોર્ડના પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપના વોર્ડ નંબર 1થી 16ના પ્રમુખોની યાદીમાં અનુક્રમે જામનગરમા વિવિધ વોર્ડ માટે નિયુક્ત કરાયેલા નવા પ્રમુખોની યાદી પ્રમાણે વોર્ડ નંબર 01: અકબરભાઈ હુસેનભાઈ કકલ, વોર્ડ નંબર 03: નરેશભાઈ સંજયભાઈ ગઢવી, વોર્ડ નંબર 04: શૈલેન્દ્રસિંહ મજબુતસિંહ વાઘેલા, વોર્ડ નંબર 05: વિવેક હરીશભાઈ ખેતાણી, વોર્ડ નંબર 06: નરેશ ગોવિંદભાઈ ધવલ, વોર્ડ નંબર 07: ભવ્યભાઈ રસિકભાઈ પાલા, વોર્ડ નંબર 08: દર્શિત જીતેન્દ્રભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 09: બ્રિજેશ દિલીપભાઈ વોરા, વોર્ડ નંબર 10: દિનેશ ભરતભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 11: જયભાઈ વિનોદભાઈ નડીયાપરા, વોર્ડ નંબર 12: ભાવેશભાઈ શાંતિલાલ પરમાર, વોર્ડ નંબર 13: મોહિત મુકેશભાઈ મંગી, વોર્ડ નંબર 14: નાનજીભાઈ વશરામભાઈ નાખવા, વોર્ડ નંબર 16: શૈલેષભાઈ વિનોદરાય કુબાવત નિમણૂક કરવામાં આવી છે.
આ નવા નિયુક્ત પ્રમુખોને સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી પક્ષને મજબૂત કરવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરશે,આ નિમણૂક પ્રક્રિયામાં સામેલ રહેલા તમામ પદાધિકારીઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવે છે.
14 વોર્ડ પ્રમુખોની યાદીમાં પાટીદાર ચહેરાની ગેરહાજરી
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 વોર્ડ પ્રમુખોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક પણ પાટીદાર સમાજના પ્રતિનિધિને સ્થાન ન મળતાં સમાજમાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. સમાજના આંતરિક રાજકારણમાં આ નિર્ણયને લઈને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. કેટલાક આ નિર્ણયને સમાજના હિતમાં ન હોવાનું જણાવે છે, તો કેટલાક તેને આંતરિક રાજકીય હિસાબથી લેવાયેલો નિર્ણય ગણાવે છે. સમાજના આગેવાનોનું માનવું છે કે, આ નિર્ણય સમાજના મોટા વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડશે. પાટીદાર સમાજ શહેરના વિકાસમાં મહત્વનું યોગદાન આપતો આવ્યો છે અને તેમના પ્રતિનિધિત્વ વગર કોઈપણ નિર્ણય લેવો સમજદારીભર્યું નથી. આ નિર્ણયને લઈને સમાજમાં એક પ્રકારની અસંતોષની લાગણી જોવા મળી રહી છે.