નવરાત્રિ અને દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે રાજકોટથી ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા માટે નવી લક્ઝરી તથા વોલ્વો બસો શરૂૂ કરવામાં આવી છે. જોકે, બીજી તરફ પૂરતા મુસાફરો ન મળવાને કારણે ઉદયપુર થઈને નાથદ્વારા જતી બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા શરૂૂ કરવામાં આવેલી આ નવી બસોથી દૈનિક અવરજવર કરતા આશરે 280 જેટલા મુસાફરોને સીધો ફાયદો થશે અને તેઓ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે. તહેવારોની મોસમ શરૂૂ થવાની હોય ત્યારે એસ.ટી. વિભાગની આ ભેટ મુસાફરો માટે રાહતરૂૂપ સાબિત થશે.
નવી શરૂૂ થયેલી વોલ્વો બસમાં 47 મુસાફરોની ક્ષમતા છે, જ્યારે એસી લક્ઝરી બસમાં 46 સીટો ઉપલબ્ધ છે. રાજકોટથી ગાંધીનગર જવા માટેની વોલ્વો બસનું ભાડું 685 રૂૂપિયા, અમદાવાદના કૃષ્ણનગર માટેનું ભાડું 640 રૂૂપિયા અને રાજુલા માટેની એસી લક્ઝરી બસનું ભાડું 361 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ગાંધીનગર વચ્ચે અગાઉથી જ 5 વોલ્વો બસો દોડી રહી છે, જેમાં સવારે 5 અને 5:30 વાગ્યે, સાંજે 4:20 વાગ્યે તેમજ રાત્રે 11:40 અને 1:45 વાગ્યાના સમયનો સમાવેશ થાય છે. હવે કૃષ્ણનગર અને રાજુલા માટે પણ નવી બસ સેવા શરૂૂ થવાથી મુસાફરોનો સમય અને નાણાં બંનેની બચત થશે.
મુસાફરોની સુવિધા માટેનું બસ શેડ્યૂલ
રાજકોટ – ગાંધીનગર: બપોરે 14:30 કલાકે
ગાંધીનગર – રાજકોટ: સવારે 5:30 કલાકે
રાજકોટ – કૃષ્ણનગર: બપોરે 16:00 કલાકે
કૃષ્ણનગર – રાજકોટ: સવારે 7:45 કલાકે
રાજકોટ – રાજુલા: બપોરે 12:00 કલાકે
રાજુલા – રાજકોટ: સવારે 5:30 કલાકે
