પોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધ

રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન-રહેણાંક મકાનોના ચાલુ તેમજ ખાસ મરામતના કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી…

રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન-રહેણાંક મકાનોના ચાલુ તેમજ ખાસ મરામતના કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP ) જાહેર કરવામાં આવી છે. આ નવી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય મરામતના કાર્યોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો, બિનજરૂૂરી સમયનો વ્યય અટકાવવાનો અને ટેન્ડરિંગ કે ક્વોટેશનની લાંબી વહીવટી પ્રક્રિયાઓ નાબૂદ કરીને નાના-મોટા રીપેરીંગના કામો તાત્કાલિક ધોરણે પૂરા કરવાનો છે. નવી વહીવટી વ્યવસ્થા અમલી બનતાની સાથે જ ક્વોટેશનની આડમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ હવે સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.

ગત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, કુલ 4,789 જેટલા મરામતના કાર્યો પાછળ આશરે રૂૂા. 19 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, તેમાંથી 4,119 જેટલા કાર્યો (જે અંદાજે રૂૂા. 17.48 કરોડ એટલે કે કુલ કામોના 86 ટકા થાય છે) માત્ર ત્રણ ક્વોટેશન મેળવવાની જૂની પદ્ધતિથી કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં વહીવટી મંજૂરી મેળવવામાં મોટો સમય વ્યતિત થતો હતો, વહીવટી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને સાથોસાથ ગેરરીતિના આક્ષેપો પણ વારંવાર થતા રહેતા હતા, જેને પગલે આ ધરખમ ફેરફાર કરવો અનિવાર્ય બન્યો હતો.

નવી જાહેર થયેલી SOP અનુસાર, હવેથી મરામતના કામો કરાવવા માટે કામોના ત્રણ ક્વોટેશન મંગાવવાની જૂની પ્રથા સદંતર બંધ કરી દેવામાં આવી છે. તેના સ્થાને હવે ચીજવસ્તુઓના ત્રણ ક્વોટેશન મેળવીને રોજિંદા વપરાશમાં જરૂૂરી એવી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરી ખાતે અગાઉથી જ સ્ટોકમાં જમા રાખવાનો રહેશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રીતે કપડાં અને ગણવેશની સામગ્રીની વ્યવસ્થા જાળવવામાં આવે છે, બિલકુલ તે જ તર્જ પર સિવિલ અને વિદ્યુત કામો માટે ખરીદવામાં આવતા તમામ માલસામાનનું નિયત નમૂના મુજબનું સ્ટોક રજીસ્ટર અને ઈશ્યુ રજીસ્ટર ફરજિયાતપણે નિભાવવું પડશે. નવીન વ્યવસ્થામાં પારદર્શિતા જાળવી રાખવા માટે કડક સુપરવિઝનની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત દર મહિનાની 5મી તારીખ સુધીમાં વર્ગ-1 અથવા વર્ગ-2 ના સક્ષમ અધિકારી દ્વારા ખરીદાયેલા અને ઉપલબ્ધ માલસામાનની રૂૂબરૂૂ ભૌતિક ચકાસણી કરીને તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

આ નવી SOP અમલમાં આવવાથી પોલીસ લાઈન અને કચેરીઓને અગણિત ફાયદાઓ થશે. મરામત માટે જરૂૂરી એવા સ્પેરપાર્ટ્સ, ઈલેક્ટ્રિકલ સામગ્રી અને પ્લમ્બિંગનો સામાન અગાઉથી જ કચેરીના સ્ટોકમાં હાજર હોવાથી, નળ ટપકવો, લાઈટ-પંખા બંધ થવા, વાયરિંગ શોર્ટ થવું કે પાઈપલાઈન લીકેજ થવી જેવી રોજિંદી સમસ્યાઓનો હવે ગણતરીની મિનિટોમાં તાત્કાલિક ઉકેલ લાવી શકાશે. સામાન સીધો જ ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે ખરીદવાનો હોવાથી અને તેનો ચોક્કસ સરકારી રેકોર્ડ રાખવાનો હોવાથી ભ્રષ્ટાચાર અટકશે. વળી, નામાંકિત કંપનીઓનો ગુણવત્તાયુક્ત સામાન વપરાવાના કારણે મકાનોમાં વારંવાર રીપેરીંગ કરવાની જરૂૂરિયાત પણ ઊભી નહીં થાય.નવા નિયમો મુજબ, સામગ્રી ઉપલબ્ધ થયા બાદ શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતનના ધોરણો અનુસાર અર્ધ-કુશળ શ્રમિકોને બોલાવીને જ કામગીરી કરાવવાની રહેશે.

જો કોઈ એવું મોટું કાર્ય સામે આવે જે માત્ર માલસામાન ખરીદવાથી શક્ય ન હોય અને અનિવાર્ય સંજોગોમાં ત્રણ ક્વોટેશન લેવાની જરૂૂર પડે, તો કમિશનરેટ, જિલ્લા કે અન્ય પોલીસ એકમો ખાતે કામ શરૂૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ સિવાય, રૂૂા. 50 હજારથી વધુની કિંમતના તમામ કામોને ‘ખાસ મરામત’ના દાયરામાં ગણવામાં આવશે અને તે માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઈજનેરના પરામર્શમાં રહીને જ નિયમ મુજબ દરખાસ્ત મોકલવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *