ચોટીલા તાલુકામાં 71 ગ્રામ પંચાયતોની નવી અનામત ફાળવણી જાહેર

ચોટીલા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની (ગ્રામ પંચાયતની) ચૂંટણીનું નવું રોટેશન જાહેર થતા નવા રાજકિય સમિકરણ ગોઠવવા માટે દરેક રાજકિય પક્ષોને મોટી કવાયત હાથ ધરવી પડે છે.…

ચોટીલા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની (ગ્રામ પંચાયતની) ચૂંટણીનું નવું રોટેશન જાહેર થતા નવા રાજકિય સમિકરણ ગોઠવવા માટે દરેક રાજકિય પક્ષોને મોટી કવાયત હાથ ધરવી પડે છે. સરપંચ પદ માટે કેટલાયના ઓરતા અને અરમાનો અધુરા રહી જાય તો નવાઈ નહીં તેમજ કોઈ ગામમાં પુરુષ ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું તો ક્યાંક મહિલા ઉમેદવારો માટે રાજકીય મેદાન ખુલ્લું થયું! નવા રોટેશનથી ગામેગામ હવે ચૂંટણીનાં સમીકરણો બદલાવાની શરૂૂઆત થતી હોવાની સંભાવના દેખાય છે.

નવા રોટેશનથી અનેક ગામોમાં સરપંચપદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોના ગણિત બદલાઈ શકે છે. અત્યાર સુધી ચૂંટણી લડવાની તૈયારીમાં રહેલા કેટલાક દાવેદારોને હવે પોતાના પરિવાર કે સમર્થક વર્તુળમાંથી નવા ઉમેદવારની પસંદગી કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ મહિલા અનામત જાહેર થયેલાં ગામોમાં મહિલા આગેવાનો અને તેમના સમર્થકોમાં ચૂંટણીને લઈને નવી આશાઓ જાગી શકે છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી ભલે હજુ યોજાવાની બાકી હોય, પરંતુ સરપંચપદના રોટેશનની જાહેરાત સાથે જ ગામડાઓમાં રાજકીય ચર્ચાઓ, જૂથબંધી, ઉમેદવારોની પસંદગી અને સમર્થનના સમીકરણો આકાર લેવા લાગશે તે નિશ્ચિત છે.

71 ગામોની નજર હવે આગામી ચૂંટણી પર! ચોટીલા તાલુકાની 71 ગ્રામ પંચાયતો માટે જાહેર થયેલું આ રોટેશન આગામી સામાન્ય ચૂંટણી માટેનું મહત્વનું પગલું છે. હવે જોવાનું એ રહેશે કે નવા રોટેશન બાદ કયા ગામમાં નવા ચહેરાઓને તક મળે છે અને કયા ગામમાં સરપંચપદની ચૂંટણી રસાકસીભરી બને છે. એકંદરે, રોટેશનની યાદીએ ચૂંટણી પહેલાં જ ચોટીલા તાલુકાના ગ્રામ્ય રાજકારણમાં નવી હલચલ સર્જી છે.

નવી જાહેર થયેલી રોટેશન ની યાદી મુજબ કાળાસર, ગઢેચી,ખેરડી, અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત રાખવામાં આવેલ છે. તો મોટા કાંધાસર, અને વડાળી સહિતનાં ગામોમાં માટે અનુસૂચિત અનામત દર્શાવવામાં આવ્યું છે. જ્યારે હબિયાસર /ભિમોરા અનુસૂચિત આદિજાતી માટે અનામત રાખવામાં આવેલ છે. તેમજ કંથારિયા, ખાટડી, ખેરાણા, કુઢડા/દુધેલી, લાખચોકિયા, લાખણકા, લોમાકોટડી, મધરીખડા/કુંભારા તથા મેવાસા (સુખસર) અને મેવાસા (સેખલીયા) સહિતનાં ગામોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે મહિલા અનામતની ફાળવણી કરવામાં આવી છે. તેમજ મોકાસર, મોણપર, મોટા હરણિયા/નાનીયાણી,મોટી મોલડી, નાળીયેરી, નાના પાળીયાદ /જશાપર, નાની મોલડી, નાની મોરસલ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવેલ છે.

જ્યારે નાવા, નવાગામ(ચો), પાજવાળી, પાંચવડા, અને પરબડી સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખેલ છે. 23 ગામો સામાન્ય સરપંચ પદ માટે બિન અનામત તરીકે બેઠક જાહેર થયેલ બેઠકમાં આણંદપુર(ભા)/સખપર, આકડીયા, ભેટસુડા, ભીમગઢ, ભોજપરા, ભોજપરી/મહિદડ, ચાણપા, ચીરોડા(રાજ), ચિરોડા(સુ), ચોબારી /રામપરા, ડાકવડલા, દેવપરા(આ), દેવસર, ધારૈઈ, ઢોકળવા, ડોસલીધુના, ફૂલઝર/સાલખડા, ગોલીડા, ગુંદા, હિરાસર/અકાળા, જાનીવડલા, જીવાપર(આ), અને કાબરણ નો સમાવેશ કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *