જામનગરના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા મનપાના નવા સુકાનીઓની નેમ

જામનગર મહાનગરપાલિકાની 2026 થી 2031 ની ટર્મ ની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી, જેમાં મેયર-ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની સર્વાનુમત્તે વરણી કરવામાં…

જામનગર મહાનગરપાલિકાની 2026 થી 2031 ની ટર્મ ની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી, જેમાં મેયર-ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ સાથે જ મેયર, ડપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તથા સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની જાહેરાત કરી દેવામાં આવી હતી. કુલ 64 બેઠકમાંથી 60 બેઠકો ભાજપ ને, બે બેઠક કોંગ્રેસ અને બે બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી. આ પછી એક માસ ના અંતે આજે નવા હોદ્દેદારો ના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. નવા હોદેદારોએ જામનગર મનપાનું સુકાન સંભાળી લીધું છે.

જામનગરના પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા નવા હોદ્દેદારોના નામ ભાજપ કાર્યાલયામાં જાહેર કરી દેવામાં આવ્યા હતાં. જેમાં મેયર તરીકે મોનિકાબેન વ્યાસ ,ડેપ્યુટી મેયર તરીકે રાકેશભાઈ ડેર , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણી ,શાશક જૂથ ના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂૂપડીયા ના નામનો જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય સભા કમિશનર દિપેશ કેડિયાએ બોલાવી હતી.

સર્વ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર ના નામની દરખાસ્ત મ્યુનિ. કમિશનર દ્વારા મંગાવવામાં આવી હતી જેમાં હર્ષાબા જાડેજા એ મેયર તરીકે મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ ના નામની દરખાસ્ત રીટાબેન જોટંગિયા ના ટેકા થી રજૂ કરી હતી. અન્ય કોઈ દરખાસ્ત રજૂ નહીં થતા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ ને સર્વાનુમત્તે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતાં. આ પછી સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે નું સ્થાન મેયરે સંભાળ્યું હતું.

ત્યાર પછી તેમણે ડેપ્યુટી મેયર તરીકે અઢી વર્ષ ની ટર્મ માટેના નામની દરખાસ્ત મંગાવી હતી. જેમાં સંગીતાબેન ગુઢકા એ સિનિયર કોર્પોરેટર સુભાષ જોષી ના ટેકા થી રાકેશભાઈ બાબુભાઈ ડેર ના નામ ની દરખાસ્ત રજૂ કરી હતી. અન્ય કોઈ દરખાસ્ત રજૂ નહીં થતા ડેપ્યુટી મેયર તરીકે રાકેશભાઈ ડેર ને સર્વાનુમત્તે વિજેતા જાહેર કર્યા હતાં.

આ પછી સ્થાયી સમિતિના 12 સભ્યોના નામની દરખાસ્ત મંગાવવામાં આવી હતી, જેમાં ધનજીભાઈ કછેટિયાએ સંજયભાઈ દાઉદિયાના ટેકાથી 1ર નામો રજૂ કર્યા હતાં. તેની સામે અન્ય કોઈ દરખાસ્ત રજૂ નહીં થતા 12 સભ્યોને પણ બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ધીરેન મોનાણી, જયરાજસિંહ જાડેજા., જીતેશ શિંગાળા , આશિષ જોશી, સંજય મુંગરાય, તૃપ્તિબેન ખેતિયા , નિલેશ હાડા , ધવલ નાખવા, મનીષ કટારીયા , પૂર્વેશ પરમાર , પાર્થ કોટડીયા , અને જશુબા ઝાલા નો સમાવેશ થાય છે.

સામાન્ય સભા ની બેઠકમાં ભાગ લેતા વિપક્ષ ના અલ્તાફ ખફી એ નવનિયુક્ત કમિશનર અને હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા હતા અને અટકેલા પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. જ્યારે વિપક્ષના અસ્લમ ખીલજી , સહારાબેન મકવાણા અને જેનબબેન ખફી એ પણ નવનિયુક્ત કમિશનર અને હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા.ખાસ કરીને વિપક્ષના બે નગર સેવકો અલ્તાફ ખફી અને અસ્લમ ખીલજી હાલ ગુજસીટોક ના ગુના ના આરોપ સર જેલમાં હોય આ બંને ને પોલીસ જાપતા સાથે જામનગર લાવવામાં આવ્યા હતા .અને તેઓએ સામાન્ય સભા માં હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *