આવામી લીગ તરફનું વલણ છોડવા પક્ષપ્રમુખની ભારતને અપીલ
લઘુમતી ખાસ કરીને હિન્દુઓ પર વધતા અત્યાચારો વચ્ચે, 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા બાંગ્લાદેશમાં એક નવો રાજકીય પક્ષ ઉભરી આવ્યો છે. એપ્રિલમાં નોંધાયેલ બાંગ્લાદેશ લઘુમતી જનતા પાર્ટી (BMJP) પહેલીવાર ચૂંટણી લડવા માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. પાર્ટી 300 સંસદીય બેઠકોમાંથી 91 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે અને 40 થી 45 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે.
પાર્ટીના પ્રમુખ સુકૃતિ કુમાર મંડલે ઢાકાથી ફોન દ્વારા જણાવ્યું હતું કે, “અમે એવા મતવિસ્તારો પસંદ કર્યા છે જ્યાં લઘુમતી મત, ખાસ કરીને હિન્દુ મત બેંક, 20% થી 60% સુધીની છે.” સોમવારની નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ પહેલા પાર્ટી ઝડપથી તૈયારી કરી રહી છે. મંડલે કહ્યું કે લઘુમતીઓ માટે મતદાન કરવા માટે સલામત અને સુરક્ષિત અનુભવવું મહત્વપૂર્ણ છે.
મંડલે તારિક રહેમાનની ઇગઙ અથવા જમાત-એ-ઇસ્લામી જેવા મુખ્ય પ્રવાહના પક્ષો સાથે જોડાણની શક્યતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “આવા જોડાણ લઘુમતીઓને બદલાના ડર વિના મતદાન કરવાનો વિશ્વાસ આપશે. અવામી લીગ હવે અપ્રસ્તુત છે, અને BMJP એ દલિત હિન્દુઓ માટે એકમાત્ર અવાજ છે.”
ભારતના વલણ પર ટિપ્પણી કરતા, મંડલે કહ્યું, “ભારતે બાંગ્લાદેશ પ્રત્યેની પોતાની નીતિ બદલવી જોઈએ અને આવામી લીગને બદલે ફક્ત હિન્દુઓ અને લઘુમતીઓના હિતોને સમર્થન આપવું જોઈએ. જો ભારત આવામી લીગ તરફી વલણ છોડી દેશે, તો મુખ્ય પ્રવાહના પક્ષો સાવચેત રહેશે.
