સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ આગામી તહેવારોની મોસમ ટાણે જ…

રાજકોટના મોટા વેપારી સહિત ધોરાજી-જામનગરના શખ્સનું નામ ખુલ્યુ, મુંબઇ પોર્ટ પર જ ક્ધટેનર DRIએ ઝડપી પાડ્યું, 3 કરોડના ફટાકડા સીઝ

આગામી તહેવારોની મોસમ ટાણે જ સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદે અને પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા ઘુસાડવાનું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ અને સુરક્ષાના કારણોસર ચાઈનીઝ ફટાકડાના વેચાણ અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા આ પ્રકારે ગેરકાયદે વેપાર કરવાનો ખેલ ખેલાઈ રહ્યો હતો.DRIની કાર્યવાહીના કારણે આ પ્રતિબંધિત જથ્થો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ એજન્ટની પૂછપરછ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક મોટા અને જાણીતા વેપારીઓના નામ પ્રકાશમાં આવ્યા છે.જેમણે આ પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડા ઓર્ડર કરીને મંગાવ્યા હતા. આ પ્રકરણમાં તપાસનો રેલો સૌરાષ્ટ્રના ત્રણ મુખ્ય શહેરો સુધી પહોંચ્યો છે.જેમાં રાજકોટના જાણીતા વેપારી અશોક મૂસાણીનું નામ ખુલવા પામ્યું છે.
આ ઉપરાંત, જામનગરના દિવ્યકાંત ચોથાણી અને ધોરાજીના મનીષ ફુલહારી નામના વેપારીઓ સામે પણ ડીઆરઆઈ અને સંબંધિત વિભાગો દ્વારા કાનૂની કાર્યવાહીનો ગાળિયો કસવામાં આવ્યો છે.

તહેવારોની મોસમ પહેલા જ આ ત્રણેય મોટા શહેરોના વેપારીઓના નામ ફટાકડા દાણચોરીમાં ખૂલતા સૌરાષ્ટ્રના વેપારી આલમમાં ભારે હડકંપ અને ફફડાટ વ્યાપી ગયો છે.તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે અન્ય કયા કયા સ્થાનિક કે રાજ્ય બહારના સપ્લાયરો જોડાયેલા છે.

કાચની બોટલ અને વોલપેપરની આડમાં ફટાકડા ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, DRIની ટીમે મુંબઈના ન્હાવાશેવા પોર્ટ પર ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.આ તપાસ દરમિયાન પોર્ટ પર ઉતરેલા ક્ધટેનરમાંથી અંદાજે રૂૂપિયા 3 કરોડની તોતિંગ કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો.કસ્ટમ અને કાયદાકીય તપાસથી બચવા માટે આરોપીઓએ અનોખો કીમિયો અપનાવ્યો હતો.આ ફટાકડાના જથ્થાને ગ્લાસ બોટલ અને વોલપેપરની આડમાં આયાત કરવામાં આવ્યા હતા જેથી ક્ધટેનર ચકાસણી વખતે કોઈને શંકા ન જાય.જોકે ડીઆરઆઈની ગુપ્ત માહિતી અને સતર્કતા આગળ આ કિમિયો કામ લાગ્યો નહોતો અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.તપાસ એજન્સી દ્વારા મુંબઈથી આ ગેરકાયદે ફટાકડા ઘૂસાડવાનું નેટવર્ક ચલાવનાર મુખ્ય એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *