‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યો

શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક આવેલા રણુજાનગરમાં રહેતા દંપતિને ભત્રીજા-વહુએ ઝઘડો કરી માર મારતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ‘મારા ઘરમાં કચરો…

શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક આવેલા રણુજાનગરમાં રહેતા દંપતિને ભત્રીજા-વહુએ ઝઘડો કરી માર મારતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ તેમ કહી ભત્રીજા વહુએ પથ્થર વડે હુમલો કર્યો હતો. જયારે મિલકત પ્રશ્ર્ને અવાર નવાર ઝઘડો કરતા હોવાનુ આક્ષેપ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા ચોકડી નજીક બ્રહ્માણી હોલ પાસે આવેલા રણુજાનગરમાં રહેતા ઇરવાબેન વિમલભાઇ ટાંક (ઉ.વ.42) અને તેના પતિ વિમલભાઇ ગુણવતભાઇ ટાંક (ઉ.વ.44) આજે સવારે ઘરે હતા ત્યારે તેની ભત્રીજા વહુ પાયલ જયદીપભાઇ ટાંકે ઝઘડો કરી પથ્થર વડે માર મારતા વિમલભાઇ પડી જતા બેભાન થઇ ગયા હતા જેથી વિમલભાઇ અને તેમના પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ભત્રીજા વહુ પાયલ મકાનમાં નીચેના માળે રહેતી હોય અને ઇરવાબેન ઉપર રહેતા હોય આજે સવારે ભત્રીજા વહુએ ઇરવાબેનને મારા ઘરમાં કચરો કેમ નાખ્યો તેમ કહી ઝઘડો કરી માર મારતા પતિ વિમલભાઇ છોડવવા વચ્ચે પડતા તેમને પણ પથ્થર મારી દીધો હતો. વધુ તપાસમાં મિલકત બાબતે ભત્રીજા વહુ અવાર નવાર ઝઘડો કરી હેરાન કરતી હોય અને અગાઉ પાંચ વખત ભક્તિનગર પોલીસમાં અરજી કરી હોવાનુ પણ જણાવ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *