બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદ

2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ…

2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી

બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ એ ભત્રીજાને આજીવન કેદી સજા ફટકારતાં ખળભળાટ મચી જવા પામેલ છે.
બનાવ અંગેની વિગત પ્રમાણે ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ ગણેશભાઈ રાધવાણીના કાકાના દિકરા આરોપી જયદિપ વશરામભાઈ રાધવાણી રહે,ધ્રુફણીયા વાળાને વડીલોપાર્જિત જમીનના ભાગ પાડવા બાબતે રમેશભાઈના પિતા ગણેશભાઈ રાઘવાણી સાથે અસંતોષ હોય, જે બાબતની દાજ રાખી ગત 23 ઓગષ્ટ 2023ના રમેશભાઈના પિતા ગણેશભાઈ રણછોડભાઈ રાઘવાણી તથા માતા બાધુબેન રાધવાણી પોતાનું બાઈક લઈને વાડીએ જતા હતા, ત્યારે ચંદન ડુંગરવાળા રોડ ઉપર આરોપી જયદીપ એ મારી નાખવાના ઈરાદે પોતાના કબ્જાનું ટ્રેકટર દાતી જોડેલ સાતી સહિત ગણેશભાઈના બાઈક સાથે ભટકાડી ત્રણ-ચાર વાર ટ્રેકટર આગળ પાછળ કરીને કચડી નાંખી બન્નેની ક્રુર હત્યા કરેલ. આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ રાઘવાણીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુધ્ધ ઈ.પી.કો. કલમ 302,307,325 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરેલ.

પોલીસે તપાસ દરમ્યાન આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા મળતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ. આ કેસમાં સરકાર પક્ષે 60 દસ્તાવેજી પુરાવા અને 22 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો તથા રજુઆતોને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મનીષ સહાય.જે.પરાશરએ ઈ.પી.કો કલમ 302ના ગુનામાં આરોપી જયદિપ વશરામભાઈ રાઘવાણીને આજીવન સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં વિથ પ્રોસીક્યુશન તરીકે એડવોકેટ અરવિંદભાઈ એસ.મેટાલીયા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *