શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જનકપુરી આવાસ કવાર્ટરમાં પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબીક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુનિ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે આવેલા જનકપુરી આરએમસી કવાર્ટરમા રહેતો મેહુલ ભૂપતભાઇ ચુડાસમા (ઉ.વ.35) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે તેના કૌટૂંબીક ભત્રીજા જીલે ઝઘડો કરી બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મેહુલ એચડીએફસી બેંકમાં વિમા એજન્ટનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આરોપી કૌટૂંબીક ભત્રીજો ફરિયાદીના પિતા પાસે રૂા.10,000 લઇ ગયો હોય જેથી પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો થતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ છરી વડે હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે. આ અંગે યુનિ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
