ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા કાકાના પગ ભાંગી નાખ્યા

બે મહિલા સહિત 7 શખ્સો ધોકા લઇને તૂટી પડ્યા, ગંજીવાડામાં બનેલી ઘટના શહેરના ગંજીવાડા વિસ્તારમાં ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા યુવતીના પરિવારજનોએ યુવકના કાકા ઉપર…

બે મહિલા સહિત 7 શખ્સો ધોકા લઇને તૂટી પડ્યા, ગંજીવાડામાં બનેલી ઘટના

શહેરના ગંજીવાડા વિસ્તારમાં ભત્રીજો પાડોશી યુવતીને ભગાડી જતા યુવતીના પરિવારજનોએ યુવકના કાકા ઉપર ધોકા વડે હુમલો કરી બંન્ને પગ ભાગી નાખ્યા હતા. આ હુમલામાં ઘવાયેલા ઇજા ગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે થોરાળા પોલીસે હુમલો કરનાર મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.43માં રહેતા અરવિંદભાઇ શામદાસભાઇ ગોંડિલયા (ઉ.વ.49)નામના આધેડે થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા ચેતન રાજુભાઇ મકવાણા, રાહુલ રાજુભાઇ મકવાણા, ભગીરથ ઉર્ફે ભગો જગદીશ મકવાણા, આકાશ જીતુભાઇ મકવાણા, જગદીશભાઇ સવજીભાઇ મકવાણા, સોનલબેન જીતુભાઇ મકવાણા અને પ્રીયાબેન જગદીશભાઇ મકવાણાના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટાભાઇની પત્નીનો આંગડીયાત લઇને આવેલો પુત્ર રોહિત સરકદળીયાને પાડોશમાં રહેતા જગદીશભાઇ મકવાણાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય જેથી બંન્ને પાંચ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જેનો ખાર રાખી ગઇકાલે રાત્રે તેઓ ઘરે હતા ત્યારે આરોપી ચેતન મકવાણા અને રાહુલ મકવાણાએ આવી ગળા આપતા હોય જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા બંન્નેએ ધોકા લઇ હુમલો કર્યો હતો. દરમિયાન આરોપી ભગીરથ અને આકાશ પણ ધોકા લઇ દોડી આવ્યા હતા અને તેના ઉપર હુમલો કરતા તેઓ પડી ગયા હતા. તે દરમિયાન જગદીશભાઇ મકવાણાએ દોડી આવી તેમના બંન્ને પગ પકડી રાખી તેના દીકરાને પગમાં મારવાનુ કહેતા તેના પુત્ર ભગીરથે ફરિયાદીના પગમાં ધોકાના ઘા ફટકારીયા હતા.

આ દરમિયાન અન્ય આરોપી સોનલબેન અને પાયલબેને આવી ઢીકા પાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન તેમના પરિવારજનો આવી જતા વધુ મારમાથી છોડાવેલા અને 112માં ફોન કરતા પોલીસની ગાડી આવી જતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઇને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તબીબો દ્વારા તેના બંન્ને ભાગી ગયાનુ જણાવ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એન.એસ.ડામોર સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત અરવિંદભાઇની ફરિયાદ પરથી હુમલો કરનાર મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *