લોધિકાના ખીરસરામાં ચંપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારનો હુમલો

લોધિકાના ખીરસરા ગામે ચપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારે હુમલો કર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. આ બનાવ…

લોધિકાના ખીરસરા ગામે ચપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારે હુમલો કર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના ખીરસરા ગામે રહેતા દિનેશભાઈ રાણાભાઈ મકવાણા (ઉ.45) રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે ચપલ ફેંકી દેવા મુદ્દે પાડોશી શ્રમિક પરિવાર સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં ઉશ્કેરાયેલા શ્રમિક પરિવારે દિનેશભાઈ મકવાણાને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં વિસાવદરનાં મવડી ગામે ખેત મજુરી અર્થે આવેલો કમલેશ લુંજાભાઈ કટારા નામનો 25 વર્ષનો યુવાન પહેલા માળે સાંજના ચારેક વાગ્યાના અરસામાં દાતણ કરતો હતો ત્યારે અકસ્માતે ગબડી પડયો હતો. પહેલા માળેથી પટકાયેલા યુવકને પગમાં ફેંકચર જેવી ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *