‘તે મારો દારૂ ચોરી લીધો છે’ કહી પાડોશીએ ઘરે બોલાવી કેટરર્સના ધંધાર્થીને ફટકાર્યો

શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીને પાડોશી શખ્સે ઘરે બોલાવી તે મારો દારૂ ચોરી લીધો છે. કહી ઘરમાં પુરી પાડોશી અને ચોકીદારે પાઇપ અને પટ્ટા…

શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીને પાડોશી શખ્સે ઘરે બોલાવી તે મારો દારૂ ચોરી લીધો છે. કહી ઘરમાં પુરી પાડોશી અને ચોકીદારે પાઇપ અને પટ્ટા વડે મારમારી મે દારૂ ચોરી લીધો છે. તેવુ બોલાવતો વીડિયો બનાવડાવ્યો હતો. યુવાન બીજા માળે ગેલેરીમાંથી કુદકો મારી ભાગીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જયા તેઓ આરોપીએ મોબાઇલ અને રોકડ પડાવી લીધાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ કોડીનારનો વતની અને હાલ મોટામવામાં નેશનલ એપાર્ટમેન્ટમાં રૂમ ભાડે રાખી રહેતો દિવેન અભેસિંગ સોલંકી (ઉ.વ.19)નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે તે જ એપાર્ટમેન્ટમાં રહેતો નરેશે ફોન કરી તેના ઘરે બોલાવ્યો હતો જેથી દિવેન તેના ઘરે ગયો તયારે નરેશે તે મારો દારૂ ચોરી લીધો છે. તેમ કહી રૂમમાં પૂરી નરેશ અને બહાદુર ચોકીદારે પાઇપ અને પટ્ટા વડે બેફામ મારમાર્યો હતો.

સતત એક કલાક સુધી મારમાર્યો બાદ તેનો વીડિયો ઉતારી મે દારૂ ચોરી કર્યો છે. તેવુ બોલાવ્યુ હતુ બાદમાં દિવેન આરોપીના ઘરની ગેલેરીમાંથી બીજા માળેથી કુદકો મારી ભાગી ગયો હતો અને વામ્બે આવાસ પાસેથી 108ને ફોન કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઇજાગ્રસ્ત યુવાને આક્ષેપ કર્યો હતો. કે આરોપીએ તેને માર મારી તેની પાસે રહેલા રૂા.15 હજારનો મોબાઇલ અને પાકિટમાંથી રૂા.5000ની રોકડ પડાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં દિવેન છ મહિનાથી અહીં રહે કેટરર્સનું કામ કરે છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *