નિવેદિતાનગરમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કડિયાને પાડોશીએ સળિયો-ઈંટનો ઘા ઝીંક્યો

રૈયા રોડ પર નિવેદિતા નગર સોસાયટીમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કોઠારીયા ગામના વિજય ભાઈ અમૃતભાઈ પરમાર(ઉ.વ.27) ને ઘર ધણીની બાજુમાં રહેતા હિરેનભાઈ તેમના માતા ભગવતીબેન…

રૈયા રોડ પર નિવેદિતા નગર સોસાયટીમાં મકાનની દીવાલ બનાવવા ગયેલા કોઠારીયા ગામના વિજય ભાઈ અમૃતભાઈ પરમાર(ઉ.વ.27) ને ઘર ધણીની બાજુમાં રહેતા હિરેનભાઈ તેમના માતા ભગવતીબેન અને એક અજાણ્યા શખ્સે સળિયા અને ઈંટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે બપોરે બપોરના હું તથા મારા મિત્ર મનુભાઈ રૈયા ચોકડીએ કામ માટે ઉભા હતા તે દરમિયાન એક બહેન જેનું નામ સેજલબેન છે તે આવેલ અને મને કહેલ કે મારે પાછળ નવેરામાં દિવાલ તોડી નાખેલ છે તે દિવાલ પાછી ઊભી કરવાની છે તો તમે લોકો આવીને જોઈ લો જેથી અમે તથા મનુ ભાઈ બંને દિવાલ જોવા ગયેલ અને રૂૂ.4000 માં કામ નક્કી કરી કામ ચાલુ કરેલ હતું અને કામ ચાલુ કરતા બાજુમાં રહેતા હિરેનભાઈ અને તેના માતા ભગવતી બહેન તથા એક અજાણી વ્યક્તિ આવેલ અને હિરેનભાઈએ આવી કોઈ વાત કર્યા વગર સીધી જ તેના હાથમાં રહેલ સળિયો ડાબા હાથમાં કાંડામાં મારેલ અને મને મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ ભગવતી બહેને મને ડાબી બાજુ પડખામા ઈંટ મારેલ અને ત્રીજા ભાઈ જેને હું નામેથી ઓળખતો નથી તેનો મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને પાછળથી પોતે વિડીયો શુટીંગ ઉતારી અને કહેલ કે હું પોલીસને બોલાવું છું પોલીસ આવેલ પછી સેજલબેન તેમજ ભગવતીબેન, હિરેનભાઈ અને ત્રીજી વ્યક્તિને પોલીસ સ્ટેશનને લઈ ગયેલ અને હું સારવારમાં સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો.આ બનાવના કારણ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે સેજલબેન અને આ ભગવતીબેન બંને પાડોશી હોય તેઓને મકાનની દીવાલ બનાવવા મામલે માથાકૂટ ચાલતી હોય જેથી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *