નેહલ શુક્લ બોંબ ફોડવાની લાઈનમાં, બોર્ડમાં ધડાકાના એંધાણ

શહેરમાં એક વર્ષમાં રજૂ થયેલા પ્લાનથી માંડી કમ્પ્લિશન સર્ટિફિકેટની ‘અથ થી ઈતિ’ સુધીનો દારૂગોળો દાગ્યો બે વર્ષના ટેન્ડરના કાળા-ધોળાની રાખ પણ અનેકના ચહેરા ‘કાળા’ કરે…

શહેરમાં એક વર્ષમાં રજૂ થયેલા પ્લાનથી માંડી કમ્પ્લિશન સર્ટિફિકેટની ‘અથ થી ઈતિ’ સુધીનો દારૂગોળો દાગ્યો

બે વર્ષના ટેન્ડરના કાળા-ધોળાની રાખ પણ અનેકના ચહેરા ‘કાળા’ કરે તેવી પ્રશ્નાવલી રજૂ કરતા શાસકપક્ષમાં સન્નાટો, હવે વિપક્ષની જરૂર નથી

મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષો દ્વારા શાસકપક્ષ દ્વારા કરવામાં આવેલા વાંધા વચકા વાળા કામો તેમજ લોકોને ઉપયોગી હોય અને મુશ્કેલી પડતી હોય તેવા કામો અંગેના પ્રશ્ર્નો પુછવામાં આવતા હોય છે. શાસકપક્ષના સભ્યો દ્વારા કરેલા કામોની વાહ વાહી મેળવવાનો પ્રયાસ થતો હોય તેવા પ્રશ્ર્નો પુછી બોર્ડનો સમય નસ્ટ કરવામાં આવતો હોય છે. વિપક્ષ પાસે સંખ્યાબળ ન હોય પ્રશ્ર્નોતરીમાં દર વખતે પાછળ રહી જાય છે. ત્યારે જ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના શાસકપક્ષના રાજકારણમાં ઉદ્ભવેલ અસંતોષ ફરી વખત બહાર આવ્યો હોય તેમ ગઈકાલે પ્રશ્ર્નોતરીના સમય પૂર્ણ થવા ટાણે કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા મેયરને મળી બાંધકામ પ્લાન તથા ક્મપ્લીશન અને ટેન્ડરમાં કોને થાબળભાણા થયા તે અંગેની વિગતો માંગતા બોર્ડમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને હવે જનરલ બોર્ડમાં વિપક્ષને જરૂર નહીં પડે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મહાનગરપાલિકાની ચુંટણીને હવે અંદાજીત 10 માસ જેટલો સમય બાકી હોય જુથવાદ ફરી સપાટી ઉપર આવ્યો હોય તેવુ ચીત્ર ઉપ્સી રહ્યું છે. થોડા સમય પહેલા મેયર વિરુદ્ધ કાવતરાઓ થયાના આક્ષેપો થયા હતાં અને હવે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં દર વખતે અધિકારીઓ અને ખુદ શાસકપક્ષને અનેક વખત ઉઘાડા પાડનાર નેહલ શુકલે ગઈકાલે જનરલ બોર્ડમાં અધિકારીઓ અને અમુક પદાધિકારીઓના પોતિયા ઢીલા કરી નાખે તેવા ત્રણ પ્રશ્ર્નો પુછતા મહાનગરપાલિકામાં ભારે ચકચાર જાગી છે. ગઈકાલે પ્રશ્ર્નોતરીનો સમય પૂર્ણ થવાનો હતો. ત્યારે જ ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગના સભ્ય નેહલભાઈ શુકલે પ્રશ્ર્નોતરીનો પત્ર મેયરને પાઠવ્યો હતો. અને ત્રણ પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જેપ્રશ્ર્ન નેહલ શુકલ દ્વારા પુછાયા છે તે ખરેખર વિપક્ષના સભ્યોએ પુછવા જોઈએ કારણ કે, આ પ્રશ્ર્નના જવાબમાં શાસકપક્ષના અમુક ખાસ લોકોની અધિકારીઓ સાથેની મીલીભગત ખુલવા પામશે છતાં આદત મુજબ નેહલ શુકલે બોમ્બ ફોડવાની તૈયારી કરી પ્રશ્ર્નો રજૂ કરતા કોર્પોરેશનમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

આગામી જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગના સભ્યો નેહલભાઈ શુકલ દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જે મુજબ તારીખ 1.4.2024. થી 10.3.2025 સુધીમાં કેટલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્લાન મંજૂરી માટે ઇનવર્ડ થયા છે? અને તે પ્લાનમાંથી કેટલા મંજૂર કરવામાં આવ્યા છે? તેમાંથી કેટલા પ્લાનને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? અને કેટલા પ્લાન પેન્ડિંગ છે? તે માહિતી ક્વાર્ટરલી બેઝ ઉપર જમીન માલિકોના નામ સાથે ઝોન વાઈસ પ્લાન ઇન વર્ડ થયા તારીખ, મંજુર થયાની તારીખ, કમ્પ્લીસનની તારીખની સંપૂર્ણ માહિતી સાથેની વિગતો આપવી તથા નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25 માં કુલ જેટલા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય અને તેમાં નિયમ અનુસાર ની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એલ 1 બીડર કે એચ 1 બીડરને તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા દરેક ટેન્ડરની સંપૂર્ણ વિગત, એટલેકે જે તારીખે ટેન્ડર ખુલ્યું હોય તે તારીખ અને એલ 1 કે એચ 1 બીડરના નામ સાથે ની અને રકમ સાથેની તેમજ કામના પ્રકારની વિગતો આપવી અને નાણાકીય વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 માં સ્થાયી સમિતિ દ્વારા જે કામની ખર્ચની રકમ મંજુર કરવામાં આવી છે તે મંજુર થયેલ રકમ કરતા 10% થી વધુ ખર્ચ વધતો હોય તેવા દરેક ટેન્ડરની મંજુર થયેલ બીડરનું નામ અને બીડરને વધારાની કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે કે ચુકવવાની બાકી છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી માંગવામાં આવી છે. આ માહિતી આવ્યા બાદ નેહલ શુકલ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે તે તરફ પણ સૌની મીટ મંડાઈ છે.

સમય મર્યાદામાં જ પ્રશ્ર્નો મુકાયા છે : મેયર
જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી મુકવા માટે વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરોને સમય આપવામાં આવતો હોય છે. જેમાં આગામી જનરલ બોર્ડનો પ્રશ્ર્નોતરીનો સમય ગઈકાલે સાંજે પૂર્ણ થયા બાદ ભાજપ કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા પ્રશ્ર્નોતરી મુકવામાં આવી છે. જે મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું ચે. સંકલનમાં પ્રશ્ર્નો મુકાયા બાદ કોઈ શાસકપક્ષના કોર્પોરેટરે પ્રશ્ર્ન પુછ્યુ હોય તેવું પ્રથમવાર બન્યું હોવાની ચર્ચા જાગતા મેયર નયનાબેન પેઢડિયાએ જણાવેલ કે, નેહલ શુકલ દ્વારા સમય મર્યાદામાં જ સાંજે પ્રશ્ર્ન મુકવામાં આવ્યો છે. અને નિયમ મુજબ જ પ્રશ્ર્નોતરીમાં સામેલ કરવામાં આવ્યો છે. આમામ નિયમનું કોઈ ઉલંઘન થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *