નવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયા

માયાભાઈ આહિરના પુત્રએ હુમલો કરાવ્યા બાદ મળેલી પ્રસિધ્ધિએ કિસ્મત બદલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.…

માયાભાઈ આહિરના પુત્રએ હુમલો કરાવ્યા બાદ મળેલી પ્રસિધ્ધિએ કિસ્મત બદલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય અગાઉ માયાભાઈ આહિર બગદાણા બબાલથી ચર્ચામાં આવેલ નવનીત બાલધિયા હાલ કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આ સમાચાર સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂૂ થઈ છે.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, આ વર્ષની શરૂૂઆતમાં ભાવનગરના બગદાણા ગામના કોળી યુવક નવનીત બાલધિયા પર હિંસક હુમલો થયો હતો. જેના આરોપો પ્રખ્યાત ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર ઉછળ્યા હતા. બાદમાં આ મામલે ખકઅ હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો નવનીત બાલધિયાને ન્યાય અપાવવા એક થયા હતા.

કોળી સમાજના ભારે વિરોધ બાદ પોલીસે આ મામલે SIT સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેની તપાસ બાદ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હતી. જેથી જે-તે સમયે આ આખો મામલો શાંત પડ્યો હતો. ત્યારે નવનીત બાલધિયા આ મુદ્દા બાદ કોળી સમાજનો એક ચર્ચાસ્પદ ચહેરો બન્યા હતા અને હાલ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હોવાની માહિતી સામે આવતાં રાજકારણ ગરમાયું છે.

નોંધનીય છે કે, નવનીત બાલધિયા સહિત તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલભાઈ સિંગલ, મહિલા પ્રમુખ હસ્મિતાબા, ઘઇઈ ચેરમેન ભરતભાઈ માળી, અનુજાતિ ચેરમેન મયુરભાઈ દુલેરા, ઉપપ્રમુખ નટુભા ઝાલા, ઉપપ્રમુખ નિલેશભાઈ ઠાકર અને સંગઠન મંત્રી કિરીટસિંહ રાઠોડ સહિત સાતેય વોર્ડના પ્રભારીઓ અને હોદ્દેદારો વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ મોટી રાજકીય હલચલથી ભારે ગરમાવો જામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *