કુદરતનો ચૈત્રમાં અષાઢી મૂડ, વેરાવળ-દ્વારકામાં કમોસમી બઘડાટી

અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો, તોફાની પવન સાથે કરા-વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે આજે હવામાન પલટો થયો હતો અને ગઈકાલે…

અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો, તોફાની પવન સાથે કરા-વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે આજે હવામાન પલટો થયો હતો અને ગઈકાલે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ગીર સોમનાથ, ખંભાળીયા અને દ્વારકા પંથકમાં કમોસમી વરસાદે જોર પકડયું હતું અને કલ્યાણપુરમાં 1। ઈંચ, ગીર સોમનાથ પંથકમાં 0॥ ઈંચ થી વધુ તેમજ દ્વારકા સહિતના પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભારે વરસાદને પગલે રસ્તા ઉપરથી પાણી વહેવા માંડયા હતા. તેમજ વહેલી સવારથી વેરાવળ પંથકમાં અનરાધાર તૂટી પડતાં પાણી પાણી થઈ ગયું હતું. આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણ ચોમાસા જેવું બન્યું હતું વરસાદી માહોલ વચ્ચે ખંભાળીયામાં અડધો ઈંચ, કલ્યાણપુર 1 ઈંચ અને ગીર સોમનાથ પંથકમાં સવા ઈંચથી વધુ વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ લખાય છે ત્યારે પણ બપોરે અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ મળી રહ્યાં છે. ખંભાળિયાના પોસ્ટ ઓફિસ રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ઓખામાં સવારે 10 વાગ્યાની આસપાસ 2 મીમી અને કલ્યાણપુરમાં બપોરે બે વાગ્યાની આસપાસ 3 મીમી વરસાદ પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. અચાનક આવેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ બીજી તરફ તૈયાર પાકને ભારે નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે.

સોમનાથ પ્રભાસપાટણ અને વેરાવળ તથા દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે 6 કલાકના અરસામાં ગાજ વીજ સાથે વરસાદ વરસેલ હતો વિજળી ના કડાકા એટલા ભયંકર સતા કે લોકો ઉંધ માંથી બેઠા થય ગયે વખતે અને આ તોફાની વરસાદ થી ભયભીત થયેલ અમુક વિસ્તારોમાં બરફ ના ખાગડા પડ્યા હતા આ કમોસમી વરસાદ ને કારણે આંબા સહિત ના બાગાયતી પાકો અને અન્ય ઉનાળુ વાવેતર ને નુકસાન થયેલ છે.

ખંભાળિયા પંથકમાં ગઈકાલે ગુરુવારે બપોરે એકાદ વાગ્યે બદલાયેલા વાતાવરણ વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું વરતી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. વરસાદના પગલે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાઈ જવાથી નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. છેલ્લા બે દિવસથી જિલ્લામાં ધૂપછાંવભર્યો માહોલ રહ્યો હતો અને કાળઝાળ ગરમીથી લોકોને મુક્તિ મળી હતી. દ્વારકા પંથકમાં પણ ગઈકાલે સવારે આશરે 11 વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું.

બપોરે બે થી ચાર દરમિયાન કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂૂપે વરસાદ વરસતા માર્ગો પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે ખંભાળિયા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સરકારી ચોપડે ખંભાળિયામાં 4 મી.મી., કલ્યાણપુરમાં 3 મી.મી. અને દ્વારકા તાલુકામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. આ કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રોને નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સાથે વધુ વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ફરી એક વખત હાથમાં આવેલ કોળીયો છીનવાઈ જવાનો ભય ઉભો થયો છે. ખેતરમાં ઉભા પાકને તેમજ ખેતરમાં પડેલા તૈયાર માલને નુકસાની થવાનો ભય ઉભો થયો છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જે 3 થી 5 એપ્રિલ 2026 વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરા લાવશે. ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે. મેદાની વિસ્તારોમાં પવન સુસવાટા સાથે વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસેથી પસાર થશે અને ઉત્તર-પશ્ચિમ ભારતને પાર કરતી વખતે વધુ શક્તિશાળી બનશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદની સાથે પહાડો પર બરફવર્ષાનો દોર ફરી શરૂ થઈ શકે છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-ગઈછમાં ભયંકર ગાજવીજ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વંટોળની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ખરાબ હવામાનનું જોખમ છે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *