કાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોત

જામનગર શહેર અને જિલ્લામાં નાની વયે હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને ગઈકાલે વધુ એક માત્ર 24 વર્ષની વયના યુવાન નું…

જામનગર શહેર અને જિલ્લામાં નાની વયે હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને ગઈકાલે વધુ એક માત્ર 24 વર્ષની વયના યુવાન નું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ નિપજતાં મૃતકના પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના ધાર જિલ્લા ના વતની અને કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામમાં રહેતા ખેડૂત ભરતભાઈ દેવભાઈ દેવદાનભાઈ મૈયડની વાડીમાં રહીને મજૂરી કામ કરતા બોદરભાઈ ચમારીયાભાઈ મૈયડ નામના 24 વર્ષ ના આદિવાસી યુવાન ને ગઈકાલે પોતાના ઘેર ગભરામણ થવા લાગી હતી, અને તેને સારવાર માટે કાલાવડની સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો.

જ્યાં ફરજ પરના તબિબે તેનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક યૂવાનની પત્ની અનિતાબેન બોદરભાઈ જમરાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઈ આર.વી. ગોહીલે સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *