ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયું

ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત…

ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતી સુનેરાબેન કાસમશા રફાઈ નામની 40 વર્ષની પરિણીતા પોતાના નણંદ નજુબેનના સ્કુટર પાછળ બેસી ગઈકાલે ઈદના દિવસે બેડીપીરની દરગાહ ખાતે દર્શન કરવા જતી હતી તે દરમિયાન ધારેશ્ર્વર ચોકડી પાસે સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સુનેરાબેન રફાઈને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *