સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડ ઓપરેશન સિંદૂર અને દેશની શૌર્ય ગાથા અને વિરતાને ઉજાગર કરતાં ગીતો મઢેલ આ શો ને માણવા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને એન.જી.ઓ. ફેડરેશનનો અનુરોધ એન.જી.ઓ.ફેડરેશનના હોદ્દેદારશ્રીઓ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડની સંયુકત અખબારીયાદીમાં જણાવાયું છે કે દેશના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તા. 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષ થતાં હોઈ તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ, સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમુલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહિતગાર થાય અને તેમનામાંથી પ્રેરણા લઈ તેમનામાં રાષ્ટ્ર ભાવના અને દેશ પ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુંનિદા શહેરોમાં ‘નમોત્સવ’ મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શોનું આયોજન એન.જી.ઓ. ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાંઈરામ દવેની સમગ્ર ટીમના માધ્યમથી આગામી તા. 14 સપ્ટેમ્બર 2025ને રવિવારે સાંજે 7.00 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે.
રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.આ મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શો ‘નમોત્સવ’ ના માધ્યમથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ‘ન ભૂતો ન ભવિષ્યતે’ એવો અદ્દભુત અને અવિસ્મરિણ નાટય શો માં મહાત્માગાંધી અને કૃષ્ણની પાવન અને પવિત્ર ધરતી ગુજરાતના પનોતા પુત્ર, આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાળપણથી લઇ 75 વર્ષ સુધીની સંઘર્ષ ગાથા અને યશો ગાથા ગીત, સંગીતથી મઢીને અદ્દભુત પાત્રો, દૈદીપ્યમાન કૌશલ્ય, આકર્ષક વેશભુષા સાથે 150 થી વધુ કલાકારો દ્વારા જીવંત નાટયશૈલીના સ્વરૂૂપમાં રજુ કરવામાં આવશે. જે જોવાનો અને માણવાનો અનેરો અવસર રાજકોટના આંગણે આવ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અબાલવૃદ્ધ સૌ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો, બાળકો, મિત્રો,સગાસ્નેહીઓ સહિત સમગ્ર પરિવારને પધારવા એન.જી.ઓ.ફેડરેશનના હોદ્દેદારોનું ભાવભર્યુ નોતરૂૂ અને નિમંત્રણ છે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિનામુલ્યે અને નિ:શુલ્ક છે.
