વોર્ડ નં. 4 અને 15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા નાયબ મ્યુનિસિપલ કમિશનર

નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ આજે તા.09-09-2025ના રોજ ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.4 અને વોર્ડ નં.15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ…

નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ આજે તા.09-09-2025ના રોજ ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.4 અને વોર્ડ નં.15માં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર એ વિવિધ વિસ્તારોની સફાઈ કામગીરી, ઇ.આર.સી. ફાયર સ્ટેશન, વોર્ડમાં ચાલતા કામો અને ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

નાયબ મ્યુનિસિપલ કમિશનર એ વોર્ડ નં.4માં રાધા મીરા રોડ, આસ્થા વેન્ટિલ સોસાયટીની મુલાકાત કરી રહેવાસીઓ સાથે સફાઈ કામગીરી અંગે રીવ્યુ મેળવ્યા હતા. ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના ઇ.આર.સી ફાયર સ્ટેશનની પણ મુલાકાત કરી હતી.

વોર્ડ નં 15 મા આજીડેમ સર્કલ અને નવા થોરાળા શેરી નંબર-10માં સફાઈ તથા ટીપરવાન અંગેની સમીક્ષા કરી આ જ વોર્ડના વિસ્તારમાં ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય કેન્દ્રની કામગીરી અને ઉપલબ્ધ વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

નાયબ મ્યુનિસિપલ કમિશનર ની ફેરણી દરમ્યાન સિટી એન્જી. , એન્ક્રોચમેન્ટ ઓફિસર , ડેપ્યુટી સિટી એન્જી. , નાયબ પર્યાવરણ ઈજનેર , વોર્ડ ઓફિસર , આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *