હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના કારસાનો પર્દાફાશ કરી 38 હથિયારો સાથે 20 શખ્સોને પકડી પાડ્યા બાદ, હવે ક્રાઈમ બ્રાંચે પણ સપાટો બોલાવી વધુ ત્રણ ગેરકાયદેસર હથિયારો અને 8 જીવતા કારતૂસ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછમાં ગુનાખોરી ક્ષેત્રે મોટું નામ ધરાવતી અને તાજેતરમાં જેની સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે તે કુખ્યાત ’ઓડિયા ગેંગ’ના લીડર અવેશ ઓડિયા તથા મધ્યપ્રદેશના એક અજાણ્યા સપ્લાયરના નામો ખુલતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ક્રાઈમ બ્રાંચ હવે પાલનપુર જેલમાં બંધ અવેશ ઓડિયાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે.

ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જેમાં રહીમ ઉર્ફે જામનગરી સીદીક સાંધ (ઉ.વ. 50)ને વાવડી નજીક રસુલપરા રોડ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 કારતૂસ સાથે પકડાયો હતો. પોલીસ દ્વારા તેના મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી વધુ એક દેશી બનાવટનો તમંચો અને 4 કારતૂસ મળી આવ્યા હતા. પકડાયેલ રહીમ સામે અગાઉ મારામારી, આર્મ્સ એક્ટ, ધમકી સહિતના 5 ગુના નોંધાયેલા છે અને 2022માં તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ હતી. બીજા દરોડામાં દૂધસાગર રોડ, મનહર સોસાયટીમાં રહેતો અને ભંગારનો ડેલો ધરાવતા વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી (ઉ.વ. 37)ને અમૂલ સર્કલ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો. તેની સામે અગાઉ મારામારી અને આર્મ્સ એક્ટના 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. થોડા સમય પહેલાં પોલીસમેનના ભત્રીજાની થયેલી હત્યામાં ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યા બાદ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને પીસીબીને સૌરાષ્ટ્રભરમાં હથિયારના કેસો અંગે માહિતી મેળવી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.જે અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ હથિયારો સાથે વસીમ અને રહીમને ઝડપી લીધા હતા.

આ બન્ને હથિયાર ક્યાંથી લાવ્યા તે બાબતે રિમાન્ડ મેળવી પુછપરછ શરૂૂ કરવામાં આવતા વસીમને આ હથીયાર ગુનાખોરી ક્ષેત્રે મોટું નામ ધરાવતી અને તાજેતરમાં જેની સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે તે કુખ્યાત ’ઓડિયા ગેંગ’ના લીડર અવેશ ઓડિયાએ આપ્યાનું ખુલ્યું હતું. જયારે વસીમે મધ્યપ્રદેશના સપ્લાયર પાસેથી હથિયાર ખરીદ કર્યું હોવાનું કબુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચ હવે પાલનપુર જેલમાં બંધ અવેશ ઓડિયાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે.તેની પુછપરછમાં મુખ્ય સપ્લાયર કોણ ? તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્કમાંથી વધુ હથિયારો અને આરોપીઓ પકડાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા, એસ.એમ.રાણાની ટીમના એ.એસ.આઇ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા , સુભાષભાઇ ધોધારી, સંજયભાઇ રૂૂપાપરા, તુલશીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, દિપકભાઇ ચૌહાણ, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, ધારાભાઇ વાનરીયા, જયરાજભાઇ કોટીલા, રાહુલભાઇ ગોહેલ , ધર્મરાજસિંહ રાણા, નિકુંજભાઇ મારવીયા, સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, રાજેશભાઇ પટેલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *