જામનગર જિલ્લામાંથી 1,77,477 મતદારોના નામ કમી

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તા.19/12ના પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી…

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તા.19/12ના પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026’ અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી કલેકટર દ્વારા રજૂ કરવામાં આવી હતી.

કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 27/10/2025ની સ્થિતિએ જિલ્લામાં કુલ 12,41,097 મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તારીખ 19/12/2025 ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ 10,63,620 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ 1,77,477 મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે અવસાન પામેલા : 43,11, સ્થળાંતરિત : 89,029, ગેરહાજર/મળી ન આવતા : 35,450, ડુપ્લીકેટ નોંધણી ધરાવતા : 6437 તથા અન્ય 3,449 મતદારોનો સમાવેશ થાય છે.

કલેકટરએ જણાવ્યું કે, મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલ સમયપત્રક મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે, હક્ક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો: તા.19/12/2025 થી તા.18/01/2026. તા. 19/12 થી તા.10/02 દરમિયાન EROs,AEROs Ass.AEROs દ્વારા હક્ક-દાવાઓનો નિકાલ કરવામાં આવશે. અને તા. 17/02ના આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, જે યુવા મતદારોની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ હોય તેઓ ફોર્મ નં. 06 ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તેમજ નામ કે વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. 08 ભરી શકાશે. વધુમાં, NO-Mapping થયેલા 1,29,128 મતદારો અને લોજિકલ ડિસ્ક્રીપન્સીસ ધરાવતા મતદારોને નોટિસ પાઠવી, પુરાવાઓની ચકાસણી બાદ ERO અને AERO દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *