ગુજરાતમાં વન વિભાગની NOC વગર 35 પ્રોજેકટસને NA મંજૂરી: કેગનો ધડાકો

મોરબી, બનાસકાંઠા, જીર, જાંબુઘોડા અને કાળીયાર અભ્યારણ્યમાં આડેધડ બાંધકામને મંજૂરી, કેન્દ્ર સરકારની મંજૂરીઓ પણ છેદ ઉડાડી દેવાયો કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના અહેવાલમાં ગુજરાતમાં વન્યજીવ…

મોરબી, બનાસકાંઠા, જીર, જાંબુઘોડા અને કાળીયાર અભ્યારણ્યમાં આડેધડ બાંધકામને મંજૂરી, કેન્દ્ર સરકારની મંજૂરીઓ પણ છેદ ઉડાડી દેવાયો

કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ના અહેવાલમાં ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યો, નેશનલ પાર્ક અને ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ)માં રોડ વિડનિંગ પ્રોજેક્ટ્સ તેમજ અન્ય બાંધકામોને મંજૂરી આપવામાં ગંભીર વિરોધાભાસ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન ઉજાગર થયું છે. અહેવાલ અનુસાર, સરકારી એજન્સીઓએ વારંવાર પર્યાવરણીય ક્લિયરન્સ વિના જમીન વાપરી છે અને વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે.
સીએજી અહેવાલ (માર્ચ 2024 સુધીના સમયગાળાનો)માં જણાવાયું છે કે વન્યજીવ અભયારણ્યો, નેશનલ પાર્ક, ઇકો-સેન્સિટિવ ઝોન અને સુરક્ષિત તેમજ અનામત વન વિસ્તારોમાં રોડ વિડનિંગ માટે જમીન વાપરવામાં આવી છે, પરંતુ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC)ની જરૂૂરી મંજૂરી લેવામાં આવી નથી.

ખાસ કરીને બ્લેકબક નેશનલ પાર્ક અને જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ક્ચુઅરીની આસપાસના વિસ્તારોમાં એક કિલોમીટરની અંદર 16 ગામોમાં મે 2019થી નવેમ્બર 2024 વચ્ચે 35 કેસમાં વન વિભાગની NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિના નોન-એગ્રીકલ્ચરલ (NA) પર્મિશન આપવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં જિલ્લા કલેક્ટરોએ વન વિભાગની NOC વિના જ NA પર્મિશન મંજૂર કરી દીધી છે.

આ ઉપરાંત 6 કેસમાં NA પર્મિશન મલ્ટીપર્પઝ ઉપયોગ માટે આપવામાં આવી છે, જ્યારે વન વિભાગની NOC માત્ર ઇકો-ટુરિઝમ, કોમર્શિયલ કે રહેણાંક માટે જ હતી. 5 કેસમાં જુનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલના ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સે NOC આપવાની વિરુદ્ધ ભલામણ કરી હતી, તેમ છતાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને તેને ઓવરરાઇડ કરીને મંજૂરી આપી છે.

બનાસકાંઠા જિલ્લાના ESZમાં પેટ્રોલ પંપને રેગ્યુલેટેડ પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યારે તેને જોખમી રસાયણોને કારણે પ્રોહિબિટેડ માનવા જોઈએ. જીર ઇસ્ટમાં સોલાર પ્લાન્ટ્સને ગ્રીન ટેક્નોલોજી તરીકે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે તેને ઔદ્યોગિક પ્રવૃત્તિ ગણવા જોઈએ.

સીએજીએ નોંધ્યું છે કે આવા વિરોધાભાસથી પર્યાવરણ અને વન્યજીવોને નુકસાન થઈ શકે છે અને વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને કાનૂની અનુપાલનનો અભાવ જોવા મળે છે. અહેવાલમાં વિભાગો વચ્ચે સંકલન વધારવા અને ESZ નોટિફિકેશન તેમજ રાજ્યની પોલિસીનું કડક અમલીકરણ કરવાની જરૂૂરિયાત ઉજાગર કરવામાં આવી છે. આ તારણો ગુજરાતમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનને લઈને ચર્ચા તીવ્ર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *