જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠા યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી અમારા છૂટાછેડા થઈ રહ્યા છે.જેમાં તું નિમિત બની છો તેમ જણાવી ડોકના ભાગે હાથના ભાગે તથા પેટના ભાગે છરીના ત્રણ ઘા જીકી દીધા હતા. આથી યુવતિને ઈજાગ્રસ્ત હાલતમાં જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોષ્ઠિ નામની 25 વર્ષની મરાઠા યુવતી કે જેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પાડોશમાજ રહેતો એલબો ડાડો નામનો શખ્સ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. આ સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના શખ્સે પોતાને પકડી રાખી હતી.
જ્યારે ઍલ્બા ડાડા એ પોતાના હાથમાં, પેટમાં અને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અજિતબાપુ નામના ત્રીજો શખ્સ કે જેના મકાનમાં પોતે ભાડેથી રહે છે, તેણે મદદ કરી કરીને મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, અને ત્રણે ભાગી છુટ્યા હતા.
આ બનાવ બાદ સંગીતાબેનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે તેને પોતાના ઉપર છરી વડે હુમલો કરવા અંગે એલબો ડાડો, તેમજ મદદ કરી કરવા અંગે છત્રપાલસિંહ તેમજ અજીત બાપુ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી એલબો ડાડો કે જેની પત્ની સાથે પોતાને ઝઘડો થયો હોવાથી અને પત્ની છુટાછેડા લેવાનું કહેતી હોવાથી પોતે સંગીતાબેન તેમાં નિમિત હોય અને તેની પત્નીને ચડામણી કરી રહી છે, તેવો આક્ષેપ કરીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
પોલીસ ત્રણે આરોપીઓને શોધી રહી છે.
