‘સાસરિયાએ લગ્ન બાદ શહેરમાં રહેવાનો વાયદો કર્યો’ તો: પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે નવાગામમાં 10 વર્ષથી રીસામણે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતા આવી જતા તેનો જીવ બચાવી સારવાર માટે…

શહેરની ભાગોળે નવાગામમાં 10 વર્ષથી રીસામણે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતા આવી જતા તેનો જીવ બચાવી સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ છે. લગ્ન પૂર્વ જ સાસરીયાઓએ શહેરમાં રહેવા જવાનો વાયદો કર્યો હતો. પરંતુ લગ્ન બાદ શહેરમા રહેવા ન જતા ઝઘડો થતા તેણી રીસામણે આવી ગઇ હતી.

જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં અવેલી રંગીલા સોસાયટીમાં પિતા લક્ષમણભાઇના ઘરે રહેતી કૈલાશબેન વિપુલભાઇ ચાવડા (ઉ.વ.32)નામની પરિણીતાએ આજે સવારે પંખામાં ચુદડી બાંધી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન તેના પિતા સોખડા ગામે લૌકીકેથી પરત આવતા પુત્રીને લટકતી જોઇ તાત્કાલીક બાચવી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં કૈલાશબેનના લગ્ન 12 વર્ષ પૂર્વે ચોટીલા તાલુકાના સાલખડા ગામે થયા હતા. સાસરીયાઓએ લગ્ન પૂર્વ શહેરમાં રહેવા જવાનો વાયદો કર્યો હતો. પરંતુ લગ્ન બાદ શહેરમાં રહેવા ન જતા તે બાબતે ઝઘડો થતા કૈલાશબેન 10 વર્ષથી રીસામણે રહેતા હતા અને ભરણપોષણનો કેસ પણ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *